મોઢાની અંદર 100 રૂપિયાની નોટ દબાવીને એવી નાચી.. એવી નાચી દુલ્હન, કે વીડિયો જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા, જુઓ તમે પણ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, આ સમયે લગ્નને લઈને સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં વર- કન્યાની મસ્તી ભરી પળો, હસી મજાક અને ખાસ લગ્નની અંદર થતા ડાન્સન વીડિયો લોકોને જોવાનું ખુબ જ પસંદ હોય છે, ત્યારે હાલમાં જ એક દુલ્હનનો ડાન્સ વીડિયો પણ લોકોને ખુબ જ આકર્ષી રહ્યો છે.

એ દિવસો ગયા જ્યારે દુલ્હન તેમના લગ્નના દિવસે શરમાળ દેખાતી અને એક ખૂણામાં બેસી રહેતી હતી. ત્યારે હવે આ દિવસોમાં દુલ્હનો વર્ષો જૂની વિચારસરણીને તોડીને સમાજમાં જરૂરી પરિવર્તન લાવી રહી છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હન તેના લગ્ન પહેલા ઢોલના તાલે ભાંગડા વગાડીને થોડી મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા પછી તમને પણ ડાન્સ કરવાનું મન થશે.

વીડિયોમાં જોઈ શકાય છે કે લહેંગામાં સજ્જ દુલ્હન લગ્ન પહેલા એનર્જી સાથે ભાંગડા કરી રહી છે. જેમ જેમ ઢોલનો અવાજ ઝડપથી વગાડવાનું શરૂ થયું તેમ, કન્યાને ઝડપી ગતિએ ભાંગડા કરતી જોઈ શકાય છે. કન્યાને જોઈને લાગે છે કે તે વરઘોડામાં ભાગ લેવા આવી છે અને તે જોરદાર આનંદ માણી રહી છે. જોકે, ત્યાં હાજર કેટલાક લોકો દુલ્હન પર ખુશીથી નોટો પણ ઉડાવી રહ્યા છે. આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થયો હતો.

આયુષી તરીકે ઓળખાતી દુલ્હને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શન સાથે વીડિયો પણ અપલોડ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, ‘હું હંમેશા મારો પોતાનો વરઘોડો કાઢવા માંગતી હતી.’ દુલ્હનએ પોસ્ટ લખ્યું, ‘આ કોઈ શરમાળ કન્યા માટે નથી.’ આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ipglitz નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel