Viral Video: પોતાના ઈંડાની રક્ષા કરવા JCB સામે લડવા લાગી ટીટોડી, ઈમોશનલ છે વીડિયો

આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે માં તે માં બીજા વગડના વા. આમ માં પોતાના સંતાનો માટે કઈ પણ કરી છૂટવા તૈયાર રહે છે. બાળકોના રક્ષણ માટે કોઈ પણ મુસિબતનો સામનો કરી લે છે. આ વાત પણ માણસોમાં જ નહીં પરંતુ પ્રાણી પક્ષીમાં પણ જોવા મળે છે. મુંગા જાનવરો પણ પોતાના બાળકના રક્ષણ માટે પોતાનો જીવ જોખમમાં મુકી દેશે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે આ ટીટોડી પોતાના ઈંડાને બચાવવા માટે JCB સાથે બાથ ભીડે છે. આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ટીટોડી કોઈ જગ્યાએ પોતાના ઈંડા પાસે બેઠી હોય છે.

આ દરમિયાન તેની પાસે એક JCB આવે છે. ટીટોડી ને જાણ થઈ જાય છે કે આ JCB પોતાના બચ્ચા પાસે આવી રહ્યું છે. ત્યાર બાદ ટીટોડી પોતાના જીવની પરવા કર્યા વિના JCB સામે ઉભી રહી જાય છે. આ વીડિયો જોયા બાદ તમને પણ ખબર પડી જશે કે માં કોઈ પણ સ્વરૂપમાં બોય તે શ્રેષ્ઠ જ હોય છે.

જેવો JCBનો પંજા તેના ઈંડાની નજીક આવે છે ટીટોડી તેની સામે ઉભી રહી જાય છે. તે JCB સામે ત્યાં સુધી ઉભા રહે છે જ્યાં સુધી તે ત્યાંથી ચાલ્યું નથી જતું. આ વીડિયોને આઈએએસ અધિકારી અવનીશ શરણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે.

આ ક્યૂટ વીડિયો જોઈને યૂઝર્સ ભાવુક થઈ ગયા. અત્યાર સુધીમાં તેને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યુંકે, કેમ જાણી જોઈને ટીટોડી ને હેરાન કરવામાં આવી. તો બીજા વ્યક્તિએ લખ્યું કે, લાઈક મેળવવા માટે કોઈ જીવને હેરાન કરવો તે મોટું પાપ છે. હાલમાં આ વીડિયો જોઈને ટીટોડી ની બહાદૂરીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

YC