આજે સાંજ સુધીમાં કચ્છની ધરતી પર ટકરાશે બિપરજોય વાવાઝોડું, દ્વારકા અને પોરબંદરથી ફક્ત આટલા કિલોમીટર છે દૂર, જુઓ

ગુજરાત માથે આવી રહેલું “બિપરજોય” વાવાઝોડું હવે કેટલું દૂર છે ? જુઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી મહત્વપૂર્ણ આગાહી

‘Bipperjoy’ Is Now Becoming Overwhelming : ગુજરાતના માથે હાલ “બિપરજોય” નામનું ભયાનક સંકટ વર્તાઈ રહ્યું છે. તેની અસર પણ ગુજરાતના દરિયા કિનારે જોવા મળી રહી છે. ત્યારે હાલ આ વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી 180 કિલોમીટર દૂર છે, જયારે દ્વારકાથી 210, નલિયાથી 210 અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમિની ગતિએ આગળ વધી રહ્યું છે.

ત્યારે આ બાબતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે આ વાવાઝોડું આજે સાંજ સુધીમાં જખૌ પોર્ટ નજીકથી પસાર થઇ શકે છે. જેને લઈને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાત વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે દ્વારકા, જામનગર અને કચ્છમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આજે અને કાલે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે આ વાવાઝોડા અને વરસાદને લઈને પાવાગઢ મંદિર આજે અને કાલે તેમજ શોમાં મંદિર દર્શનાર્તીઓ માટે આજના દિવસે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજથી જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. ગઈકાલે સાંજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. તો આજે સવારથી ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે છુટાછવાયા ઝાપટા પણ પડી રહ્યા છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. બિપરજોય વાવાઝોડાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સંભવિત પ્રભાવિત થનારા દરિયા કિનારાના 0 થી 5 અને 5 થી 10 કિમીની અંદર આવતા 164 ગામના સરપંચ સાથે મુખ્યમંત્રીએ ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી.

Niraj Patel