8 મહિનાની દીકરી સાથે વેકેશન પર નીકળેલી બિપાશાએ હાથથી છુપાવ્યો દીકરીનો ચહેરો, કહ્યું, “ફોટો ના પાડશો…”, જુઓ વીડિયો

“એ સુઈ રહી છે, આજે તેની પહેલી ફ્લાઇટ છે !” પેપરાજીને દીકરીનો ફોટો લેતા અટકાવ્યા બિપાશા બાસુએ, પતિ કરણ સાથે નીકળી વેકેશન પર, જુઓ વીડિયો

Bipasha Basu daughter Devi : બોલિવુડના સિલિબ્રિટીઓની જેમ તેમના બાળકો પણ સતત ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે ઘણા સેલેબ્સ માતા પિતા બન્યા બાદ પોતાના બાળકોના ચહેરા પણ મીડિયાથી છુપાવતા હોય છે, ચાહકો પણ તેમના ચહેરા જોવા માટે આતુર હોય છે, પરંતુ સેલેબ્સ તેમના બાળકોનો ચહેરો દુનિયા સામે ના આવે તેનું ખુબ જ ધ્યાન રાખતા હોય છે. ત્યારે થોડા મહિનાઓ પહેલા માતા બનેલી બિપાશા બાસુએ પણ એમ જ કર્યું.

નવેમ્બરમાં માતા બની હતી બિપાશા :

બિપાશા બાસુ ગયા વર્ષે નવેમ્બરમાં માતા બની હતી. આ દિવસોમાં અભિનેત્રી માતૃત્વનો આનંદ માણી રહી છે. અભિનેત્રી તેના દીકરી સાથે વધુને વધુ સમય વિતાવી રહી છે. અભિનેત્રી સતત તેની દીકરીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી જોવા મળે છે. સોમવારે, અભિનેત્રી તેની દીકરી અને પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

દીકરીની પહેલી ફ્લાઇટ :

બિપાશા બાસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર તેમની 8 મહિનાની દીકરી દેવી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન, અભિનેત્રી વાદળી રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી, જેને તેણે સનગ્લાસ, મેચિંગ બેગ અને સફેદ સ્નીકર્સ સાથે સ્ટાઇલ  કેરી કર્યો હતો. જ્યારે, કરણ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. વીડિયોમાં બિપાશા કહેતી સંભળાય છે કે, “સૂઈ રહી છે. આજે તેની પહેલી ફ્લાઈટ છે.”

હાથથી છુપાવ્યો દીકરીનો ચહેરો :

આ દરમિયાન અભિનેત્રીએ પોતાની પુત્રીનો ચહેરો મીડિયાથી છુપાવી દીધો હતો. ફ્લોરલ હેયર બેન્ડ સાથે પિંક ઓન્સીમાં દેવી સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે, બિપાશાએ તેના ઇન્સ્ટા હેન્ડલ પર તેની નવજાત પુત્રીની પ્રથમ ઝલક શેર કરી હતી. તાજેતરમાં, તેમણે તેમની પુત્રીના ‘મુખોભાત’ એટલે કે ભાત ખવડાવવાનો સમારોહ પરંપરાગત રીતે ભવ્ય રીતે ઉજવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પહેલા પણ શેર કર્યા છે વીડિયો અને તસવીરો :

અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિધિનો વીડિયો પણ શેર કર્યો હતો, જેની સાથે અભિનેત્રીએ લખ્યું હતું- “દેવીનો ચહેરો. દુર્ગા દુર્ગા. આ દરમિયાન તેનો આખો પરિવાર હાજર હતો. બિપાશા અને તેની પુત્રી દેવી બંગાળી લુકમાં સુંદર લાગી રહી હતી.  એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે ‘રાઝ’, ‘જિસ્મ’, ‘ધૂમ 2’ અને ‘ફિર હેરા ફેરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Niraj Patel