લફરાં અને છૂટાછેડાને લઈને ચર્ચામાં આવેલા દુનિયાના ધનવાન વ્યક્તિઓમાં નામ મેળવનાર બિલ ગેટ્સની લાઈફ છે બાકી અરબપતિઓથી એકદમ અલગ, જુઓ ક્યાં ક્યાં છે તેમનું રોકાણ
દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ આજકાલ ખુબ જ ચર્ચામાં છે,. અને ચર્ચામાં રહેવાનું કારણ હલં જ તેની પત્ની મલિન્ડા સાથે લગ્નના 27 વર્ષ બાદ લીધેલા છૂટાછેડા છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ ઘણા વર્ષો સુધી દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ રહ્યા. આટલી મોટી સંપત્તિના માલિક હોવા છતાં પણ બાકી અરબપતિઓની તુલનામાં બિલ ગેટ્સનું જીવન ઓછા મોજશોખ વાળું રહ્યું છે. ચાલો જાણીએ આજે તેમને પોતાના પૈસા ક્યાંય રોકાણ કર્યા છે.
ઘણા હોલીવુડ સુપરસ્ટાર, પ્રખ્યાત એથ્લિટ્સ અને રિચર્ડ બ્રેનસેન જેવા બિઝ્નેસમેનોની જેમ બિલ ગેટ્સની પાંસે પણ પોતાનો એક આલીશાન પ્રાઇવેટ આઇલેન્ડ છે. વેલ્થ એક્સના જણાવ્યા પ્રમાણે ગેટ્સનો આ પ્રાઇવેટ દ્વીપ બેલીઝમાં આવેલો છે. આ દ્વીપનું નામ ગ્રેન્ડ બોગ કાય છે અને આ દ્વીપની કિંમત 25 મિલિયન ડોલર્સ એટલે કે લગભગ 185 કરોડ રૂપિયા છે.
બિલ ગેટ્સની પાસે આ પ્રાઇવેટ આઇલેન્ડ ઉપરાંત પ્રાઇવેટ જેટ પણ છે. આ જેટનુ નામ બોમ્બાર્ડિયર બીડી 700 ગ્લોબલ એક્સપ્રેસ છે. વેલ્થ એક્સ ના જણાવ્યા પ્રમાણે આ પ્રાઇવેટ જેટની કિંમત 19.5 મિલિયન ડોલર્સ એટલે કે લગભગ 145 કરોડ રૂપિયા છે.
આ ઉપરાંત બિલ ગેટ્સને સ્પોર્ટ્સ કારનો પણ ખુબ જ શોખ છે. ગેટ્સને પોર્શની પ્રીમિયમ બ્રેન્ડ ખુબ જ પસંદ છે. તેમની પાસે પોર્શ 911, જેગુઆર એકસેજે સિક્સ, પોર્શ કારેરા ક્રેબિયોલેટ 964, ફરારી 348 અને પોર્શ 959 કૂપ જેવી લક્ઝુરિયસ ગાડીઓ છે.
તેમને વર્ષ 1994માં લીઓનાર્ડો દા વિન્સીની એક પેઇન્ટિંગ 30 મિલિયન ડૉલર્સમાં ખરીદી હતી. આ ઉપરાંત તેમને વિંસ્લો હોમરની પેઇન્ટિંગ લોસ્ટ ઓન ધ ગ્રેન્ડ બૈંક્સ માટે 36 મિલિયન ડોલર્સ ચૂકવ્યા હતા. આ ઉપરાંત તે જોર્જ બેલાની પેઇન્ટિંગ પોલો ક્રાઉડ માટે 28 મિલિયન ડોલર્સ ચૂકવી ચુક્યા છે.
આ ઉપરાંત ગેટ્સ એક આલીશાન હવેલીમાં રહે છે. 66 હજાર સ્કવેયર ફૂટમાં ફેલાયેલી આ હવેલી વોશિંગટનના મેડીનામાં સ્થિત છે. આ પ્રોપર્ટીની કિંમત લગભગ 65 મિલિયન ડોલર્સ છે. આ ઉરપટ તેમની પાસે કેલિફોર્નિયા, ડેલ માર અને ઇન્ડિયન વેલ્સમાં કેટલીક પ્રોપર્ટી છે.
ગેટ્સનું સૌથી વધારે રોકાણ કાસ્કેડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં છે. રિપોર્ટ પ્રમાણે આ કંપનીની અંદર બિલ ગેટ્સ 30 બિલિયન ડોલર્સના સ્ટેક છે.