મહિલા ડ્રાઇવરે કારથી બાઇકવાળાને મારી ટક્કર…યુવક ઉછળી ફ્લાયઓવર પરથી નીચે પડ્યો, થઇ મોત- પછી મહિલાએ જે કહ્યુ તે સાંભળી આવી જશે ગુસ્સો

મહિલા ડ્રાઇવરની કારથી ટક્કરથી બાઈક વાળો યુવક ઉછળી ફ્લાયઓવર પરથી નીચે પડ્યો, થઇ મોત- પછી મહિલાએ જે કહ્યુ તે સાંભળી આવી જશે ગુસ્સો

દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવે છે, પરંતુ જે કિસ્સો હાલ સામે આવ્યો છે, તે ખૂબ જ ચોંકાવનારો છે. દેશની રાજધાની દિલ્લીમાં એકવાર ફરી રફતારનો કહેર જોવા મળ્યો. અહીં આઉટર રિંગ રોડ પર બનેલ એલિવેટેડ રોડ પર તેજ રફતાર કારે બાઇકને ટક્કર મારી દીધી. જેમાં બાઇક સવાર પુલથી નીચે પડી ગયો અને તેની મોત થઇ ગઇ. કાર એક મહિલા ડ્રાઇવ કરી રહી હતી. જાણકારી અનુસાર આ ઘટના 5 મે ગુરુવાર સાંજની જણાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, મૃતકનું નામ સુરેન્દ્ર સિંહ છે, જે રાજસ્થાનનો રહેવાસી હતો અને જનકપુરીમાં કામ કરતો હતો.

આ મામલે આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા રાજા ગાર્ડનની રહેવાસી છે. અકસ્માતનો એક વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં મહિલા ઘટનાસ્થળ પર એક યુવકને આઇ એમ સોરી કહેતી જોવા મળી રહી છે. વીડિયોમાં મહિલા કહેતી સંભળાઇ રહી છે કે, આઇ એમ સોરી, ખબર નહિ મારી સાથે શું થઇ ગયુ. ઘટનાસ્થળ પર હાજર કેટલાક લોકોએ આનો વીડિયો બનાવ્યો હતો અને ત્યાં આરોપી મહિલા સાથે એક યુવતિ વીડિયો બંધ કરવાનું કહેતી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, આ મામલે કાર ચલાવી રહેલ આરોપી મહિલા કુસુમ નરુલાની ધરપકડ કરી જમાનત આપી દેવામાં આવી છે. પરંતુ મૃતક સુરેન્દ્રના 6 પરિવારના સભ્યો સામે હવે રોજી-રોટીનુ સંકટ ઊભુ થયુ છે. મૃતકના પરિવારમાં તેની વૃદ્ધ માતા, પત્ની અને ચાર નાના બાળકો છે. મૃતક ઉપરાંત ઘરમાં કમાવવાવાળુ બીજુ કોઇ નથી. પરિવારને હવે એ જ ચિંતા છે કે બાળકોનો અભ્યાસ કેવી રીતે થશે અને ઘર કેવી રીતે ચાલશે. શું બાળકોને સ્કૂલ છોડાવવી પડશે ? બાળકોના માથા પરથી હવે પિતાનો પડછાયો ઉઠી ગયો છે.

મૃતકના પિતાની લગભગ પાંચેક વર્ષ પહેલા બીમારીથી મોત થઇ ગઇ હતી.પરિવારમાં મૃતક સુરેન્દ્ર એકલો જ કમાવવાવાળો હતો. પરિવારજનોએ જણાવ્યું કે સુરેન્દ્રનો પરિવાર રાજસ્થાનના સીકર જિલ્લાના ખંડેલા તહસીલના જાજોદ ગામમાં રહે છે. સુરેન્દ્ર બે મહિના પહેલા જ કામની શોધમાં દિલ્હી ગયો હતો. તે અહીં જનકપુરીમાં બની રહેલી સ્કૂલની જગ્યા પર સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. દિલ્હીમાં તે જનકપુરીની દેસુ કોલોનીમાં રહેતો હતો. તેનું રાજસ્થાનમાં નાનું ઘર છે. પિતાની માંદગી પાછળ પણ ઘણો ખર્ચ થયો હતો. સુરેન્દ્ર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેનો માસિક પગાર પણ લગભગ 15 હજાર રૂપિયા જ હતો.

પરિવારે જણાવ્યું કે સુરેન્દ્રનું વર્તન ઘણું સારું હતું. તે ગામમાં પણ દરેકને મદદ કરવા હંમેશા આગળ રહેતો. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ દિલ્હીના વિકાસપુરી એલિવેટેડ રોડ પર બાઇક પર જઈ રહેલા સુરેન્દ્રને ગુરુવારે સાંજે પાછળથી આવતી કારે જોરદાર ટક્કર મારી હતી. કાર ટક્કરને કારણે સુરેન્દ્રએ બાઇકનું સંતુલન ગુમાવ્યું અને તે ફ્લાયઓવર પરથી નીચે પડ્યો અને તેનું મોત નીપજ્યું. જો કે, આરોપી મહિલા જ ગંભીર રીતે ઘાયલ સુરેન્દ્રને ઓટોમાં લઈને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેણે જ પોલીસ અને સુરેન્દ્રના પરિવારને આ અકસ્માત વિશે જણાવ્યું હતું. તે સ્થળ પરથી ભાગી ન હતી. પોલીસે તેની ધરપકડ કરી જામીન પર મુક્ત કરી હતી.

Shah Jina