પોલીસનો પણ ડર નથી આજના નબીરાઓને… જુઓ વીડિયોમાં કેવી રીતે પોલીસની PCR વેનની બાજુમાંથી જ રૂંવાડા ઉભા કરી દેનારો સ્ટન્ટ કરીને નીકળ્યો યુવક

જાણે પોલીસનો જમાઈ હોય તેમ PCR વાન આગળથી એક ટાયર પર બાઈક ચલાવીને સ્ટન્ટ કરતો નીકળ્યો યુવક, વીડિયો જોતા જ લોકો ભરાયા ગુસ્સે, જુઓ વીડિયો

Bike stun front of the PCR van : આજના સમય રીલ અને સ્ટન્ટબાજીના ચક્કરમાં કેટલાય યુવાનો પોતાની સાથે બીજાના જીવ પણ જોખમમાં મુકતા હોય છે. સોશિયલ મીડિયામાં રોડ પર સ્ટન્ટ કરતા કેટલાય નબીરાઓના વીડિયો પણ સામે આવતા હોય છે.  આ લોકોના વીડિયોને જોઈને એમ જ થાય કે તેમને કાયદાનો પણ ડર રહ્યો નથી અને બેફામ બનીને પોતાના વ્હિકલ હંકાવતા હોય છે અને સ્ટન્ટ પણ કરતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુવક PCR વાનની બાજુમાં જ સ્ટન્ટ કરતો જોવા મળે છે.

દિલ્હીની છે મામલો :

આ મામલો રાજધાની દિલ્હીનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં એક છોકરો રાત્રે બાઇક પર સ્ટંટ કરી રહ્યો હતો અને પાછળ ચાલી રહેલા સાથી તેનો વીડિયો બનાવી રહ્યા હતા. નવાઈની વાત એ છે કે પીસીઆર વાન પણ રોડ પરથી જઈ રહી હતી. પરંતુ છોકરો પોલીસની પરવા કરતો નથી અને તેમની કાર પાસેથી પસાર થાય છે. જો કે, મામલો વાયરલ થયા પછી, ડીસીપી (પીસીઆર) આનંદ મિશ્રાએ વીડિયો પર પ્રતિક્રિયા આપતા, ઘટનાનું ચોક્કસ સ્થાન માંગ્યું.

PCR વાન આગળથી સ્ટન્ટ કરતો નીકળ્યો :

વાયરલ ક્લિપ 21 સેકન્ડની છે, જેમાં એક છોકરો એક વ્હીલ પર મોટરસાઇકલ ચલાવતો જોવા મળે છે. પોલીસની પીસીઆર વાન પણ તેનાથી થોડે દૂર જઈ રહી છે. પોલીસથી ભાગવાને બદલે, છોકરો બાઇકને તેમની કારની નજીક લઈ જાય છે અને વ્હીલી કરતી વખતે સટાક દઈને ત્યાંથી નીકળી જાય છે. અન્ય વાહનો પણ રોડ પર જઈ રહ્યા છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

લોકો ભરાયા ગુસ્સે :

આ ક્લિપ ‘ક્રાઈમ કંટ્રોલ રિફોર્મ ઓર્ગેનાઈઝેશન ઓલ ઈન્ડિયા’ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી અને લખ્યું હતું  “દિલ્હી પોલીસની પીસીઆર આગળ ચાલી રહી છે, બાઇક સવાર પાછળ સ્ટંટ રીલ બનાવી રહ્યો છે.” આ વિડિયો @AhteshamFIN દ્વારા 30 જુલાઈના રોજ ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપતા યુવક પર ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે, સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

Niraj Patel