કેવા ગજબના શોખીનો પડ્યા છે ! સ્પ્લેન્ડર બાઈકમાં હેડલાઇડ કઢાવીને આ ભાઈએ નાખવી દીધું ટીવી, જોઈને લોકો બોલ્યા, “હવે રાત્રે ટોર્ચ લઈને નીકળશે ?”, જુઓ વીડિયો

બાઇકમાં હેડલાઇટની જગ્યાએ ટીવી, જોયું છે ક્યારેય ? આ ભાઈના ગજબના જુગાડે લોકોની આંખો પણ ચાર કરી, જુઓ વીડિયો

Bike Headlight Into Tv Screen : આપણા દેશમાં ઘણા એવા શોખીનો ભર્યા પડ્યા છે જેમના શોખની કોઈ સીમા નથી હોતી. ઘણા લોકો કાર અને બાઇકના પણ ગજબના શોખીન હોય છે અને તેને એવી રીતે મોડીફાઇડ કરાવતા હોય છે કે રસ્તા પર નીકળતા જ લોકોની નજર પણ તેના પર અટકી જતી હોય છે. પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે એ જોઈને તો તમે હેરાન જ રહી જશો.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં બાઇકની હેડલાઇટને બદલે વ્યક્તિએ એવી વસ્તુ ફીટ કરી છે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિએ દેશી જુગાડ લગાવીને સ્પ્લેન્ડર મોટરસાઈકલની હેડલાઈટને ટીવી સ્ક્રીનમાં ફેરવી દીધી હતી. જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય.

વાયરલ થઈ રહેલો દેશી જુગાડનો આ અદ્દભુત વીડિયો પંજાબના લુધિયાણાનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં સ્પ્લેન્ડર મોટરસાઈકલની હેડલાઈટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યા છે કે, શું રાત્રે ટોર્ચ ચાલુ કરશે ? વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિએ દેશી જુગાડ રમીને સ્પ્લેન્ડર મોટરસાઈકલની હેડલાઈટને ટીવી સ્ક્રીનમાં બદલી નાખી છે.

 

View this post on Instagram

 

A post shared by Prince Saab (@prince_arts___)

હેડલાઇટના કારણે બાઇકનો લુક એટલો બદલાઇ ગયો છે કે રસ્તા પર ચાલતા લોકોને હવે વાહન તરફ વળીને જોવાની ફરજ પડી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં કરોડો લોકો જોઈ ચૂક્યા છે. અને ઢગલાબંધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Prince Saab (@prince_arts___)

7 જૂને શેર કરાયેલા આ વીડિયોમાં બાઇકની હેડલાઇટની જગ્યાએ સ્ક્રીન સ્ટીરિયો સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેણે વાહનનો આખો લુક બદલી નાખ્યો હતો. એટલું જ નહીં, વ્યક્તિએ બાઇક પર વિવિધ સ્ટીકરોની સાથે એક મોટું હૂટર પણ લગાવ્યું છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તેઓ તેના પર અલગ-અલગ ફની રિએક્શન આપી રહ્યા છે.

Niraj Patel