એક ખેડૂત સમયસર પોતાની બાઈકની EMI ના ભરી શક્યો તો બેંક વાળા બાઈક પર આવીને બાઈક ઉઠાવી લઇ ગયા, વીડિયો થયો વાયરલ..

બાઈક પર બાઈક મૂકીને લઇ ગયા બેંક વાળા, ખેડૂત નહોતો ભરી શક્યો સમયસર હપ્તા, કોઈએ વીડિયો બનાવીને પોસ્ટ કર્યો અને પછી… જુઓ

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતાના માટે એક વાહન ખરીદે. જે લોકો કાર ખરીદી શકે છે એ લોકો કાર ખરીદવાના સપના જુએ છે તો જે લોકો બાઈક ખરીદી શકે છે એવા લોકો બાઈક ખરીદવાના સપના જોતા હોય છે. બાઈક આજે દરેક લોકો માટે જરૂરિયાતનું એક સાધન બની ગઈ છે અને તેના દ્વારા તે પોતાના કામ પણ સરળતાથી કરી શકે છે.

ત્યારે ઘણા લોકો આર્થિક રીતે એટલા પગભર ના હોવાના કારણે બેંકમાંથી લોન કરાવીને EMI પર બાઈક ખરીદતા હોય છે. ત્યારે જો ગ્રાહક સમયસર હપ્તાની ચુકવણી ના કરી શકે તો બેંક વાળા ઘણીવાર વાહન જપ્ત પણ કરી લેતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ મામલો સામે આવ્યો છે મહારાષ્ટ્રના વૈજાપુરમાંથી. જ્યારે એક ખેડૂત સમયસર હપ્તો ન ચૂકવી શક્યો ત્યારે કથિત બેંકરોએ તેની બાઇકને બાઇક પર રાખીને લઇ ગયા હતા.  બાદમાં ખેડૂતે પૈસા ચૂકવીને તેની બાઇક પાછી મેળવી હતી. વાયરલ થયેલા આ વીડિયોમાં બાઇકને બાઇક પર રાખીને લઇ જવાનો જુગાડ સૌથી અનોખો લાગી રહ્યો છે.  ઘણા લોકો આ અંગે પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

આ વીડિયો ટ્વિટર યુઝર નિહારિકા શર્મા (@neharikasharmaa) દ્વારા 17 માર્ચે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો કે આ મામલો મહારાષ્ટ્રના વૈજાપુરનો છે. જ્યાં સમયસર હપ્તો નહીં ભરતાં બાઇક પર મૂકીને બાઇક લઇ ગયા હતા. ત્યારપછી આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર થવા લાગ્યો.

Niraj Patel