બિહારના રાકેશને થયો યુક્રેનની અક્સાના સાથે પ્રેમ તો લગ્ન કરી થઇ ગયો યુક્રેનમાં શિફ્ટ, હવે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે…

યુક્રેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરનાર રાકેશની ફિલ્મી છે કહાની, બંકરમાં હાલત ખરાબ થઇ ગઈ

માત્ર ભારતીય વિદ્યાર્થીઓ જ નહીં, અન્ય ઘણા ભારતીય નાગરિકો પણ છે જેઓ યુક્રેનમાં ફસાયેલા છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે રશિયા આ હુમલાને વહેલી તકે ખતમ કરે. આવી જ એક કહાની બિહારના રહેવાસી રાકેશ શંકરની છે જે યુક્રેનમાં સ્થાયી છે પરંતુ હવે તે ત્યાં ખરાબ રીતે ફસાઈ ગયો છે. રાકેશની હાલત એવી છે કે તે પોતાના આખા પરિવાર સાથે બંકરમાં રહે છે. રાકેશે થોડા વર્ષો પહેલા યુક્રેનની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા, ત્યારથી તે ત્યાં જ રહે છે. રાકેશની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. વિશ્વના ઘણા નાગરિકો તેમના પરિવાર સાથે યુક્રેનના વિવિધ શહેરોમાં રહે છે.

બિહારના રાકેશ શંકર પણ તેમાંથી એક છે. રાકેશે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને રિસર્ચ સ્કોલર પણ રહી ચૂક્યા છે. રાકેશ હાલ યુક્રેનના ડીનીપ્રોમાં રહે છે. બીબીસીએ તેના એક અહેવાલમાં રાકેશ શંકરની સ્થિતિ વિશે જણાવ્યું છે અને તેની સાથે વાત પણ કરી છે. રિપોર્ટ અનુસાર, રાકેશ શંકર 2015માં રશિયન ભાષા શીખવા માટે યુક્રેન ગયો હતો અને તે દરમિયાન તેની મુલાકાત યુક્રેનમાં રહેતી અક્સાના સાથે થઈ હતી. તે બાદ તે બંનેને એકબીજા સાથે પ્રેમ થયો અને લગ્ન કરી લીધા.

લગ્ન બાદ રાકેશ યુક્રેનમાં જ રહી ગયો હતો. રાકેશ અને અક્સાનાના લગ્ન થયાના થોડા સમય બાદ આ દંપતીને બે બાળકો થયા. રાકેશ યુક્રેનમાં અનુવાદક તરીકે કામ કરે છે અને તે રશિયન, જાપાનીઝ, ફ્રેન્ચ અને અન્ય ઘણી ભાષાઓમાં સારી રીતે વાકેફ છે. ત્યાં તેનું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું પરંતુ જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે તેની સામે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો, હવે તે ભારત આવવા માંગે છે પરંતુ તેના માટે આવું કરવું સરળ નથી.

અન્ય એક અહેવાલમાં રાકેશ શંકરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટ ટિકિટની કિંમત એટલી વધારે છે કે તે પોતે આ કિંમત ચૂકવીને ભારત આવી શકશે નહીં. રાકેશ શંકરે જણાવ્યું કે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તે પોલેન્ડ પણ જઈ શકતો નથી અને બે બાળકોને સાથે લઈને જવું પડે છે. તેણે કહ્યું કે તે તેની પત્ની અને બાળકો સાથે બિહાર જવા માંગે છે અને તેમને બિહાર બતાવવા માંગે છે. આજતકના રીપોર્ટ અનુસાર રાકેશ કહે છે કે જ્યારે પરિસ્થિતિ સારી થાય ત્યારે તે પોતાની પત્ની અને બાળકો સાથે બિહાર જવા માંગે છે.

તે બાળકોને બિહાર બતાવવા માંગે છે, જ્યાં તેનું બાળપણ વિત્યું હતું. આ યુદ્ધમાં રાકેશે તેના ઘણા મિત્રો ગુમાવ્યા છે. તેના સસરા ખુદ ખાર્કિવમાં ફસાયા છે. તેઓ જ્યાં છે તે ગામને રશિયન સેનાએ કબજે કરી લીધું છે.રાકેશ શંકરના કહેવા પ્રમાણે, આ લડાઈ લાંબા સમય સુધી ચાલશે. પૈસાની સમસ્યા વધુ વધી શકે છે. અમે બેંકમાંથી પૈસા ઉપાડવા પણ સક્ષમ નથી. તે કહે છે કે અહીં દર કલાકે સાયરન વાગે છે. સાયરન વાગતાની સાથે જ તેઓ બાળકોને બચાવીને બંકરમાં સંતાઈ જાય છે.

Shah Jina