પ્રેમીના લગ્ન થઇ રહ્યા હતા ત્યારે જ પ્રેમિકા તેના પ્રેમને મેળવવા માટે મંડપમાં પહોંચી ગઈ, પછી બન્યું એવું કે જાણીને જ તમારા હોશ ઉડી જશે

પ્રેમીની પામવા છેક મંડપ સુધી પહોંચી પ્રેમિકા, પછી છતું થયું મોટું ભોપાળું

આપણે ઘણી ફિલ્મો જોઈ હશે જેમાં પ્રેમી તેની પ્રેમિકાને મેળવવા કે પછી પ્રેમિકા તેના પ્રેમીને મેળવવા માટે લગ્નના મંડપ સુધી જઈ પહોંચે છે અને પોતાનો પ્રેમ મેળવી લેતા હોય છે. પરંતુ આવી કહાની હકીકતમાં બને ખરી ? ત્યારે જવાબ આવશે ના. પરંતુ થોડા સમય પહેલા જ એક ઘટના સામે આવી જે કોઈ ફિલ્મની કહાની કરતા જરા પણ કમ નથી.

જાણકારી પ્રમાણે મુરારચક ગામની અંદર આવેલી જાનને અડધી રાત્રે સિંગોડી પોલીસની સાથે રુબી નામની એક યુવતીએ ચાલુ લગ્ન અટકાવી દીધા. આ યુવતીએ વરરાજાને તેનો પ્રેમી જણાવ્યો. જેના બાદ પોલીસે યુવકની ધરપકડ કરી અને તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો. તો આ જે મંડપની અંદર લગ્ન થઇ રહ્યા હતા તેજ મંડપમાં વરરાજાના નાનાભાઈ સાથે કન્યાના લગ્ન કરી દેવામાં આવ્યા.

સોશિયલ મીડિયામાં પ્રેમિકાના આ સાહસ અને અનોખા લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ઘટનાની અંદર બન્યું એવું કે સિયારામપુર ગામના રહેવાસી અનિલ કુમારના લગ્ન મુરારચક ગામની રહેવાસી યુવતી સાથે નક્કી થયા હતા. બધા જ કાર્યક્રમ પહેલાથી જ નિર્ધારિત હતા. જયારે જાન ગામની અંદર પહોંચી ત્યારે જાનૈયાઓનું ખુબ જ ધામધૂમથી સ્વાગત પણ કરવામાં આવ્યું.

(પ્રતીકાત્મક તસ્વીર)

આ દરમિયાન જ જયારે જાનૈયાઓ નાસ્તો અને ભોજન કરી રહ્યા હતા ત્યારે જ વરરાજાની પ્રેમિકા રુબીને તેના પ્રેમીની જાન જવાની ખબર મળી હતી, જેના બાદ તે સિંગોડી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. રુબિએ ત્યાં પોલીસને તેની પ્રેમ કહાની સંભળાવી અને પોલીસને આ લગ્ન રોકાવવા માટે નિવેદન પણ કરવામાં આવ્યું.

(પ્રતીકાત્મક તસ્વીર)

રુબિએ પહેલાથી જ અનિલ સાથે લગ્ન કરી લીધા હતા. જેની તસવીરો પણ તેને પોલીસને બતાવી અને સાબિતી પણ રજૂ કરી, જેના બાદ પોલીસ લગ્નસ્થળે પહોંચી અને લગ્ન રોકાવી દીધા.  આ ખબર સાંભળીને ગામના લોકો પણ હેરાન રહી ગયા હતા. ગામના મુખીએ પણ વરરાજાના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી અને રુબી અને અનિલના લગ્ન પહેલાથી જ થઇ ગયા છે તેમ જણાવ્યું.

(પ્રતીકાત્મક તસ્વીર)

તો બીજી તરફ વરરાજાને પોલીસ લઇ ગયા બાદ ગામના લોકો જાનૈયાઓને બંધક બનાવી લીધા. અમે બંને પક્ષને વચ્ચેનો રસ્તો કાઢવાની વાત કરવામાં આવી. જેના બાદ નક્કી કરવામાં આવ્યું કે વરરાજાના નાના ભાઈ સાથે જ હવે કન્યાના લગ્ન કરાવી દેવામાં આવે. જેના બાદ બંને પક્ષની હાજરીમાં લગ્ન સંપન્ન થયા તો બીજી તરફ અનિલ અને રુબીને પણ આશીર્વાદ આપવામાં આવ્યા.

Niraj Patel