દુલ્હા-દુલ્હનને લઇને પરત ફરી રહેલી કારે બે માસૂમ બાળકોને કચડી નાખ્યા, મચી ગયો કોહરામ

વર-વધુને લઇને પરત ફરી રહેલી ગાડીની ચપેટમાં આવવાથી બે બાળકોની દર્દનાક મોત, દુલ્હા-દુલ્હન સહિત…જાણો સમગ્ર વિગત

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓમા આખો પરિવાર તો ઘણીવાર કેટલાક લોકો હોમાતા હોય છે. ઘણીવાર અકસ્માતને કારણે જો ઘરમાં કોઇ ખુશીનો પ્રસંગ હોય તો ત્યાં માતમ પણ છવાઇ જતો હોય છે. ત્યારે હાલમાં એક અકસ્માતની ખબર સામે આવી છે. જેમાં દુલ્હા-દુલ્હનની કારે બે માસૂમ બાળકોને કચડી નાખ્યા હોવાની ઘટના બની છે. આ અકસ્માતમાં વર-વધુને પણ ઇજા પહોંચી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભીડ એકઠી થઇ ગઇ હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

જો કે, કાર ચાલક દુલ્હા-દુલ્હન અને કાર છોડી ફરાર થઇ ગયો હતો.બિહારના વૈશાલીમાંથી આ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. અકસ્માત બાદ ગ્રામજનોએ કારની તોડફોડ કરી હતી. ગામલોકોએ તો વર-કન્યાને બંધક પણ બનાવી લીધા હતા. ઘણી સમજાવટ બાદ ગામલોકો રાજી થયા અને બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જે બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ અકસ્માત ગુરુવારે સવારે 10 વાગ્યે મહુઆ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મહુઆ-દેસારી મુખ્ય માર્ગના અલીપુર ભડવાસ ગામમાં થયો હતો. લગ્ન બાદ વર-કન્યા સાથે પરત ફરી રહેલી એક ઝડપભેર કારે રસ્તાની બાજુમાં ઉભેલા બે બાળકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં બંને બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બાળકોને કચડી નાખ્યા પછી કાર પોલ સાથે અથડાઈ હતી, જેમાં વરરાજા અને દુલ્હન પણ ઘાયલ થયા હતા.

અકસ્માતને પગલે ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાસ્થળે સેંકડો લોકો એકઠા થયા હતા અને ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ મહુઆ-દેસરી રોડ બ્લોક કરી દીધો હતો. મૃતકોની ઓળખ અલીપોર ગામના રહેવાસી સંતોષ રાયના 8 વર્ષના પુત્ર આશિષ કુમાર અને જોખાન રાયના 10 વર્ષના પુત્ર અજીત કુમાર તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરરાજા અને દુલ્હનની કાર પાતેધી બેલસરથી રાઘોપુર જઈ રહી હતી.

Shah Jina