વિદેશનો મોહ પણ બહુ સારો નહિ ! કેનેડા ગયેલ ગુજરાતીનો કડવો અનુભવ, કહ્યુ- આપણું ભારત સારુ

હાલ તો નાના હોય કે મોટા બધાને કેનેડા કે અમેરિકા જવાનું ઘેલુ લાગ્યુ છે અને એમાં પણ ગુજરાતીઓ તો ગમે તેટલા રૂપિયા ખર્ચી પણ જવા માટે તૈયાર થતા હોય છે. જો કે, અમેરિકામાં તો સરળતાથી PR અને વિઝા મળતા ન હોવાથી ગુજરાતીઓ કેનેડા તરફ વળ્યા છે. ત્યારે ઢગલાબંધ લોકો સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જઇ રહ્યા છે. પણ આ વચ્ચે 50 વર્ષથી કેનેડામાં સ્થાયી થયેલા એક ગુજરાતી વેપારીએ કેનેડા આવતા વિદ્યાર્થીઓને મોટી સલાહ આપી છે.

ગુજરાતીઓ અને ભારતીયો ઘણી આશા સાથે કેનેડા જાય છે. જોકે, છેલ્લા 49 જેટલા વર્ષોથી કેનેડામાં રહેતા ટ્રેડ ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ ઈન્ડિયાના હેમંત શાહ જણાવે છે કે ગુજરાતીઓને માત્ર ટોરેન્ટોમાં જ જવુ હોય છે, પણ કેનેડા ઘણુ મોટું છે અને ત્યા ઘણા સ્ટેટ છે. ટોરન્ટોમાં વધારે રસ હોવાને કારણે એક જ નોકરી માટે ઢગલાબંધ લોકો આવે છે. જો કે, ટોરન્ટોમાં માટે રસ વધારે એટલા છે કારણ કે ટોરન્ટો કેનેડાની ફાઈનાન્શિયલ કેપિટલ છે.

કેનેડાના મોટા શહેરો જેવા કે ટોરેન્ટો, વેનકુવર, ઓટાવા, ક્યૂબેકમાં જ ભારતથી આવતા મોટાભાગના યુવાનોને જવું હોય છે. પણ અહીંની લાઈફસ્ટાઈલ અન્ય શહેરો કરતા ખર્ચાળ છે. એટલે કેનેડા જતા પહેલા રિસર્ચ કરવું જોઈએ, જેને કારણે વધારે સમસ્યાઓનો સામનો કરવો ન પડે. કેનેડા આવ્યા પછી વિદ્યાર્થીઓ પિઝા આઉટલેટ, કોફી શોપમાં કામ કરવા રેડી થઇ જતા હોય છે.

જો કે, વિદ્યાર્થીઓ ગમે ત્યાં ભણ્યા હોય, પણ કેનેડાનું અંગ્રેજી શીખવું અને ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન શીખવુ એ જરૂરી છે. કેનેડામાં આવી ભલે કોઈ નાનો-મોટો કોર્સ કર્યો હોય, પણ ત્યાનું અંગ્રેજી શીખવાથી જે પ્રોફેશનમાં તમે છો એમાં નોકરી મળી રહી છે, હા પણ થોડી ઘણી મહેનત કરવી પડે છે. અંગ્રેજી સુધારવાથી અને ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન સ્કીલ સુધારવાથી નોકરી મળી જાય છે.

ભારતથી જે લોકો કેનેડા જાય છે તેઓ પિઝ્ઝા હટ, મલ્ટીપ્લેક્સ જેવી ઓડ જોબ્સ કરે છે પણ સારી જોબ મેળવવા માટે મહેનત કરવી પડે છે. જો કે, કેટલાક એક્સપર્ટસનું કહેવુ છે કે ભારતમાં તમે જો 50થી70 હજાર કમાતા હોવ તો વિદેશમાં જવા લાખો રૂપિયા ખર્ચવાની જરૂર નથી અને આંધળી દોટ પણ લગાવવાની જરૂર નથી. તમે ભારતમાં જ વધારે સુખી છો.

Shah Jina