બિગબોસના ઘરમાં રહેલી રાજ કુન્દ્રાની સાળીને શિલ્પાએ મોકલ્યો એવો સંદેશ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી શમિતા

ઓટિટિ પ્લેટફોર્મ ઉપર હાલ બિગબોસ ચાલી રહ્યું છે. જેને ઘણા દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી  છે. આ શોની અંદર શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ છે. શમિતાએ બિગબોસના ઘરમાં ત્યારે એન્ટ્રી લીધી જયારે શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા ગંદી ફિલ્મો બનાવવા અને તેને પ્રસારિત કરવાના આરોપસર જેલમાં ગયો, ત્યારે હવે આ માહોલ વચ્ચે શિલ્પાએ શમિતાને એક સંદેશ મોકલ્યો છે.

રક્ષાબંધનના ખાસ અવસર ઉપર શમિતાને શિલ્પા શેટ્ટીએ ખાસ વીડિયો મોકલ્યો છે, જે ચાહકો વચ્ચે છવાઈ ગયો છે. બહેનને મેસેજ મોકલતા શિલ્પા કહેતી જોવા મળી રહી છે કે “તારે બહુ જ શાનદાર રીતે રમવાનું છે અને પોતાની પ્રભાવપૂર્ણ ભૂમિકા છોડવાની જરૂર નથી.” એટલું જ નહિ શિલ્પાએ આગળ જણાવ્યું કે તેની માતાનું સ્વાસ્થ્ય સારું છે અને તેની સાથે બધું જ સારું છે. શિલ્પા દ્વારા મોકલવામાં આવેલા વીડિયો જોઈને શમિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રક્ષા બંધન ઉપર “બોગ બોસ ઓટિટિ”માં હિના ખાન નજર આવી અને ઘણા પ્રતિસ્પર્ધીઓને ભાઈ બહેનો સાથે મળવવામાં આવ્યા, વીડિયો મેસેજ જોઈને પ્રતિસ્પર્ધીઓ પણ ખુબ જ ભાવુક થયા અને પરિવારને યાદ પણ કરવા લાગ્યા. આ બધા વચ્ચે જ શિલ્પાનો ભાવુક સંદેશ જોઈને શમિતાની આંખો પણ આંસુઓથી છલકાઈ ઉઠી.

Niraj Patel