બિગબોસ હાઉસમાં આ 5 જોડીઓએ કરી દીધી હતી બધી હદો પાર, એકબીજાની એટલા નજીક આવી ગયા હતા કે…

બિગબોસના ઘરના કેમેરામાં કેદ થયો આ કંટેસ્ટેંટ્સનો શરમજનક દ્રશ્યો, જગજાહેર એવું કર્યું કે જોતા જ રહી જશો

ટીવીનો પોપ્યુલર કંટ્રોવર્શિયલ શો “બિગબોસ”ના 15મા સિઝનની શરૂઆત જલ્દી જ થવાની છે. બિગબોસના છેલ્લા કેટલાક સિઝનમાં કંટેસ્ટેંટ વચ્ચે ખાસ કનેક્શન જોવા મળ્યુ હતુ. શો દરમિયાન કેટલાક કંટેસ્ટેંટ એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા. તેમાં વીણી મલ્લિક, ઉપેન પટેલ, કરિશ્મા તન્નાથી લઇને અનેક સ્ટાર્સ સામેલ છે. શોમાં ચર્ચાઓ, ઝઘડા, વિવાદ ઘણીવાર હદ પાર કરી દે છે. પરંતુ આ ઉપરાંત શો સેલિબ્રિટીઝના લવ અફેર્સને લઇને પણ ચર્ચામાં રહે છે.

1.ગૌહર ખાન અને કુશાલ ટંડન : બિગબોસમાં ગૌહર અને કુશાલની જોડીને ગૌશલ નામે પણ જાણવા લાગ્યા હતા. શોની અંદર બંનેની નજીકતા ખૂબ જ વધારે હતી, તેઓ ઘણીવાર એકબીજાને હગ કરતા જોવા મળ્યા હતા પરંતુ જેવો જ આ શો ખત્મ થયો કે બહાર આવ્યા બાદ તેઓએ એકબીજા સાથે દુશ્મની કરી લીધી.

2.કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ : કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ વચ્ચેની નજીકતાએ શોને જબરદસ્ત પોપ્યુલારિટી આપી હતી. બંને વચ્ચે શોની અંદરની નજીકતા એ માત્ર એક પબ્લિસ્ટી સ્ટંટ હતો. જેનો ખુલાસો શો બાદ થયો હતો.

3.તનીષા મુખર્જી અને અરમાન કોહલી : બિગબોસ 7માં એવી કેટલીક જોડીઓ હતી જેઓ પ્રેમમાં ડૂબેલી હતી. તેમાંથી સૌથી વધુ ચર્ચામાં તનીષા મુખર્જી અને અરમાન કોહલીની રોમેન્ટિક જોડી હતી. આ બંનેએ ઘરમાં કંઇક અલગ અંદાજથી પ્રેમ જતાવ્યો હતો કે પોતે સલમાન ખાનને ચેતવણી પણ આપવી પડી હતી.

4.વીના મલિક અને અશ્મિત પટેલ : બિગબોસમાં સામેલ થનાર બોલ્ડ પાકિસ્તાની અભિનેત્રી વીના મલિક અને અશ્મિત પટેલની જોડીને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. રિયાલિટી શોમાં આ કપલનો ખાલી રોમાન્સ જ નહિ પરંતુ લિપલોક પણ કેમેરામાં કેદ થયો હતો.

5.ગૌતમ ગુલાટી અને ડાયન્ડ્રા : ગૌતમ ગુલાટી અને ડાયન્ડ્રાની જોડીએ રોમાન્સની બધી જ હદો પાર કરી દીધી હતી. તેઓએ તો આ શોને ખૂબ જ વિવાદિત બનાવી દીધો હતો. આ જોડીનો બાથરૂમમાં રોમાન્સ આત્યાર સુધીનો સૌથી ચર્ચિત સીન રહ્યો છે.

Shah Jina