સિપાહી પત્નીનું અકસ્માતમાં દર્દનાક મોત થયા બાદ પતિ બોલ્યો હવે આપણી માસુમ દીકરીનું શું થશે, હવે આરાધ્યાને કોણ સાચવશે

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં હરદોઈ-ઉન્નાવ રસ્તા પર સફીપુર કોતવાલી ઇલાકાના સાલ્હેનગર કરૌદી ગામમાં દૂધનું ટેન્કર પોલીસની પીઆરવી પર પલટી ગયું હતું. અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓના ટેન્કરના નીચે દબાવાથી મોત થઇ ગયા હતા.આ ઘટનામાં એક સિપાહીને સુરક્ષિત નીકાળવામાં આવ્યો છે. આમાં ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ કૃષ્ણેન્દ્ર કુમાર, કોન્સ્ટેબલ આનંદ કુમાર, મહિલા સિપાહી શશીકલા યાદવ અને રીતા કુશવાહ ગાડીમાં સવાર હતા.

અકસ્માતમાં સુરક્ષિત બચેલ સિપાહી આનંદ કુમારની સૂચના પર એસપી સમેત ઘણા ઓફિસર અકસ્માત જગ્યા પર પહોંચ્યા હતા. જેસીબીની મદદથી ટેન્કરને હટાવી અને ઇનોવાની અંદર ફસાયેલા ત્રણ પોલીસકર્મીઓને બહાર નીકાળવામાં આવ્યા હતા. જોકે, ત્યાં સુધી ત્રણેય લોકોના મોત થઇ ગયા હતા.

દૂધના ટેન્કરની આગળ ચાલી રહેલા લોડર વાળાએ અચાનક બ્રેક લગાવવા પર દૂધની ટેન્કર અનિયંત્રિત થઈને પીઆરવી પર પલટી ગઇ હતી. અકસ્માત પછી ડ્રાઇવર લોડર લઈને ભાગી ગયો હતો. આ વાત પોલિસના પ્રારંભિક રિપોર્ટમાં સામે આવી હતી.

આ વાતને અકસ્માતમાં ઘાયલ થયેલ સિપાહી આનંદ કુમારે પોલીસ ઓફિસરને કહી હતી. હોસ્પિટલમાં અકસ્માતનો શિકાર થયેલ પોલીસકર્મીઓના શવ જોઈને ઓફિસરો અને સહકર્મીઓની આંખો ભરાઈ ગઈ હતી. ત્યારબાદ ત્રણેય પોલીસકર્મીઓના શવ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોત થયેલ સિપાહીમાં કૃષ્ણેન્દ્ર યાદવ કે જેમની ઉંમર 32 વર્ષ છે તે અને સિપાહી શશીકલા કે જેમની ઉંમર 26 વર્ષ છે તે અને સિપાહી રીતાનું મૃત્યુ થયું હતું.

પોલીસે અકસ્માતની સૂચના મૃતકોના પરિજનોને આપી તો કોહરામ મચી ગયો હતો. સિપાહી રીતાના પતિ પ્રભાશંકર જેવા જ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા, સ્ટ્રેચર પર પત્નીનું શવ જોઈને કંપી ગયા હતા. ગમે તેમ કરીને તેમને સંભાળવામાં આવ્યા અને તે બાદ તેમને બેસાડ્યા. તે જોર જોરથી ચીસ પાડી પાડીને કહી રહ્યા હતા કે રીતા તું મને છોડીને જતી રહી, હવે દોઢ વર્ષના માસુમ પુત્રી આરાધ્યાનું શું થશે. તેને કોણ સંભાળશે.

Patel Meet