ભૂપેન્દ્ર પટેલના પુત્રની તબિયત ખરાબ થતા અમદાવાદ KDથી એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઇ જવાયા, ગઇકાલે આવ્યો હતો બ્રેઇન સ્ટ્રોક

હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરાને લઇને એક મોટી ખબર સામે આવી છે. CMના પુત્ર અનુજ પટેલને ગઇકાલના રોજ બ્રેઇન સ્ટોક આવ્યો હતો અને અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલ ખાતે તેને દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું. તે બાદ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તાત્કાલિક સારવાર માટે 2.45 વાગ્યે કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સર્જરી પણ થઇ છે.

જો કે, તેની તબિયત સ્થિર હોવાનું અને તે તજજ્ઞ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ હોવાનું જણાવ્યુ હતુ. જો કે, હાલમાં એ ખબર છે કે અનુજ પટેલને સારવાર માટે એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવામાં આવ્યો છે. ત્યારે દીકરાની નાદુરસ્ત તબિયતના કારણે જામનગર ખાતે જે આજે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો થવાના છે તેમાં CM ઉપસ્થિત નહિ રહી શકે.

આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઇ પટેલ સહભાગી થશે. અનુજ પટેલનું કેડી હોસ્પિટલમાં અંદાજિત 2 કલાક સુધી ઓપરેશન ચાલ્યુ હતુ. CM સહિતના પરિવારજનો હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી કેડી હોસ્પિટલ ખાતે અનુજ પટેલનની તબિયત જોવા પહોંચ્યા હતા અને રાજ્યપાલ આચાર્ય દેવવર્ત પણ પહોંચ્યા હતા.

Shah Jina