ભૂમિ પેડનેકરે સિદ્ધિવિનાયક મંદિરમાં ટેકવ્યુ માથુ, બહેન સમીક્ષા સાથે કર્યા બપ્પાના દર્શન
Bhumi seek blessings at Siddhivinayak with sister : ફિલ્મ સ્ટાર્સ અવારનવાર મંદિરની મુલાકાત લેતા રહે છે. ભૂતકાળમાં, અક્ષય કુમાર, સારા અલી ખાન, વિકી કૌશલ, અવનીત કૌર જેવા સ્ટાર્સ દેશના જુદા જુદા ખૂણામાં મંદિરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. આ એપિસોડમાં, એક અન્ય બોલિવૂડ સ્ટાર છે, જે તાજેતરમાં પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેતી જોવા મળી.
તેણે અહીં માત્ર મુલાકાત જ ના લીધી પણ પેપરાજીઓને પ્રસાદ પણ આપ્યો. 4 જુલાઇ મંગળવારથી શ્રાવણનો પવિત્ર તહેવાર શરૂ થયો છે. આ પ્રસંગે ભૂમિ પેડનેકરનો એક વીડિયો સામે આવ્યો, જેમાં તે દર્શન બાદ પેપરાજીઓને પ્રસાદ વહેંચતી જોઈ શકાય છે. આ સાથે અભિનેત્રીની કેટલીક તસવીરો પણ સામે આવી છે. ભૂમિએ બહેન સમિક્ષા સાથે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. પંડિતજીએ ભૂમિને ચુનરી પણ પહેરાવી હતી.
ભૂમિએ પર્પલ સલવાર સૂટ પહેર્યો હતો, જ્યારે સમિક્ષાએ સફેદ પરંપરાગત વસ્ત્રો પસંદ કર્યા હતા. ચાહકોને ભૂમીની આ સ્ટાઇલ ઘણી પસંદ આવી પણ આ દરમિયાન કેટલાક યુઝર્સ એવા પણ હતા જેમણે ભૂમિની ટીકા કરી હતી. એક વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂમિના બોડીગાર્ડે તેની છત્રી પકડી રાખી છે, જ્યારે તે પોતે વરસાદમાં ભીંજાવાથી બચી રહી છે.
તેના પર એકે કમેન્ટ કરી, ‘શું તે પોતાની છત્રી પકડી શકતી નથી. પૈસા તમને હૈંડિકેપ બનાવે છે ? નોનસેંસ.’ એ જ રીતે એકે લખ્યું, ‘મંદિરથી આવ્યા પછી પણ એટિટયૂડ.’ મંગળવારે સવારે ભૂમિએ બપ્પાના દર્શન કર્યા અને તેણે મંદિરમાંથી બહાર આવીને પેપરાજીને પોઝ પણ આપ્યો.
ભૂમિના દેસી લુકે આ દરમિયાન બધાનું ધ્યાન ખેંચ્યું હતું. શોપિંગ વેબસાઈટ અજા અનુસાર ભૂમિના આ સિમ્પલ કોટન સૂટની કિંમત 9,900 રૂપિયા છે. બીજી તરફ, જો આપણે તેના ફ્લેટ સેન્ડલ વિશે વાત કરીએ, તો અમેઝોન પર તેની કિંમત રૂ. 660 છે.
View this post on Instagram