મનોરંજન

“ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”ના ટ્રેલરમાં શું તમે પણ નોટિસ કરી છે આ ભૂલ ? જુઓ

અજય ફિલ્મ “ભૂજ”ના ટ્રેલરમાં એક-બે નહિ પરંતુ પૂરી પાંચ-પાંચ ભૂલ પકડાઈ ગઈ- જુઓ

બોલિવુડની આ વર્ષની મોટી રીલિઝ થનારી અજય દેવગનની ફિલ્મ “ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇંડિયા”નું ટ્રેલર હાલમાં જ થોડા સમય પહેલા રીલિઝ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મના ટ્રેલરમાં અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત અને નોરા ફતેહી તેમજ બધાના રોલ દમદાર નજર આવી રહ્યા છે.

12 જુલાઇના રોજ ડિઝની પ્લસ હોટસ્ટારે સ્પેશિયલ અજય દેવગન સ્ટારર “ભુજ”નું ટ્રેલર રીલિઝ કર્યુ હતુ. ટ્રેલરમાં સિનેમેટિક ભૂલ સાથે સાથે ઘણી ડિફેન્સ સાથે જોડાયેલ ટેક્નિકલ એરર પણ છે.ફિલ્મ 1971ની ટાઇમલાઇન પર બેસ્ડ છે.

1.ભુજના ટ્રેલરમાં જોવા મળે છે કે પાકિસ્તાનીઆર્મી ટી 90 ટૈંક્સ લઇને હિંદુસ્તાન પર હુમલો કરવાની તૈયારીમાં છે. જયારે અલસમાં તે ટી 90 ટેંક્સ કયારેય પાકિસ્તાન આર્મીના પાસે હતા જ નહિ

2.ટ્રેલરમાં પાકિસ્તાની પ્લેનને નિમિત્જ ક્લાસ એરક્રાફ્ટ કરિયર પર ઉતરતુ જોવા મળે છે. જયારે અસલમાં તે પાકિસ્તાન નેવી પાસે કયારેય નિમિત્જ ક્લાસ એરક્રાફટ કરિયર રહ્યુ જ નથી. પરંતુ જોવામાં તે તે uss enterprise CVN-65 લાગી રહ્યુ છે. જે પાકિસ્તાનની નહિ પરંતુ અમેરિકાની પ્રોપર્ટી છે.

3.ટ્રેલરમાં એરફોર્સના જવાન બ્લુ જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આ કહાની 1971ની લડાઇ પર આધારિત છે પરંતુ 1980 સુધી ઇન્ડિયન એરફોર્સમાં તો સફારી સુટ સ્ટાઇલની ખાખી વર્ધી પહેરવામાં આવતી.

4.ઇન્ડિયન એરફોર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવેલ MiG 21 બાઇસન લડાકુ વિમાન એરફોર્સમાં 1990માં લાવવામાં આવ્યુ.

5.પાકિસ્તાન નેવી દ્વારા ઉપયોગમાં લેવાતુ Type 209 સબમરીન કયારેય પાકિસ્તાન નેવી પાસે રહ્યુ જ નથી.

ટ્રેલરની વાત કરીએ તો, ટ્રેલરમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ હતુ કે, ફિલ્મ દેશભક્તિથી લબરેજ છે અને ફિલ્મના ડાયલોગ પણ ખૂબ જ ધાંસૂ છે. ફિલ્મનું ટ્રેલર જોઇ દર્શક ઉત્સાહિત અને રોમાંચિત થવાના છે.

આ ફિલ્મના ટ્રેલરમાં ઘણા એક્શન સીન્સ જોવા મળી રહ્યા છે. એક બાદ એક કમાલના સીન ટ્રેલમાં જોવા મળી રહ્યા છે. અજય દેવગન ફૌજી બનેલા જોવા મળી રહ્યા છે. ત્યાં જ સંજય દત્તનું પાત્ર ઘણુ રોમાંચિક કરનાર છે. સોનાક્ષી સિન્હાનું પાત્ર પણ ઘણુ અલગ છે.

1971નું વર્ષ હતુ જયારે પાકિસ્તાને એકવાર ફરી તેની નાપાક હરકતનું પ્રદર્શન કર્યુ હતુ. ભારતની સીમાઓ પર દેશના વીર જવાન રાષ્ટ્રની રક્ષા કરવા માટે ઊભા હતા અને સીમાઓથી પાકિસ્તાની હુમલાઓ થઇ રહ્યા હતા અને સાથે જ પાકિસ્તાની એરફોર્સ તરફથી પણ ભારતના એર બેસેસ પર હુમલા કરવામાં આવી રહ્યા હતા.

આ હુમલાનો શિકાર થનાર એક એર બેસ, ભુજનો સામેલ હતો. પાકિસ્તાની સૈનિકોએ તેમના નાપાક હરકતો બતાવતા ભુજ એર બેસ પર હુમલો તો કર્યો પરંતુ ભારતીય વાયુસેના અને સ્થાનીય લોકોની બહાદુરી અને પરાક્રમથી પાકિસ્તાન તેના મંસૂબોમાં કામયાબ ના થઇ શક્યા.

તમને જણાવી દઇએ કે, આ ફિલ્મ 13 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે. ફિલ્મનું ટ્રેલર આજે જ રીલિઝ કરવામાં આવ્યુ છે. ટ્રેલરમાં સંજય દત્ત અને અજય દેવગનના દમદાર ડાયલોગ પણ સાંભળવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

આ ફિલ્મ માટે ચાહકો હવે આતૂરથી રાહ જોઈ રહ્યા છે અને 13 ઓગસ્ટના રોજ OTT પ્લેટફોર્મ સાથે સિનેમાઘરોમાં પણ આ ફિલ્મ રીલિઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર આજે રીલિઝ થતાની સાથે જ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે અને લોકો હવે આ ફિલ્મ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.