હે ભગવાન, આ શું થઇ રહ્યુ છે ! ચાલુ પરીક્ષાએ ધોરણ-10ના વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક…થયુ મોત

અરેરે…! જીવલેણ બન્યો હાર્ટ એટેક! ચાલું પરીક્ષાએ ધો.10માં ભણતા પોલીસ પુત્રનું હાર્ટ એટેકથી મોત, શોકનો માહોલ

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી થતા મોત ચિંતા જગાવી રહ્યા છે, ત્યાં મોટેરાઓથી માંડી નાના નાના કિશોરો અને યુવાઓને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે. ત્યારે હાલમાં ધોરણ-10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવતા ચકચારી મચી ગઇ છે.

ધોરણ-10ના વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક

કચ્છના ભુજમાં છાત્ર સેડાતા પાસે સૂર્યા વરસાણી એકેડમીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી દક્ષરાજ સિંહ ઝાલા ચાલુ પરીક્ષામાં જ અચાનક ઢળી પડ્યો, જેને કારણે તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ તેનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ. આ ઘટના બાદથી મૃતકના પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે અને શાળામાં પણ ગમગીન વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ચાલું પરીક્ષાએ અચાનક ઢળી પડ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષરાજ ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં તૈનાત ASI ધર્મેન્દ્રસિંહ જીતુભા ઝાલાનો પુત્ર હતો. ઉલ્લેખનીય છે કે, માનકૂવા પોલીસે તબીબી સૂત્રોને ટાંકીને દક્ષરાજ સિંહ ઝાલાનું મોત સિવિયર કાર્ડિયાક અરેસ્ટથી થયુ હોવાનું શક્યતા દર્શાવી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે મૃતક દક્ષરાજ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો.

Shah Jina