ટ્રેનમાં ચડવા ગયા ને એક ભૂલ કરી, બીઝનેસમેન ટ્રેન નીચે કચડાઈ ગયા, શરીરના ટુકડ થઇ ગયા, વાંચો હૈયા ધ્રુજાવતી ઘટના

Bhilai Bbusinessman Died : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાવડા અમદાવાદ એક્સ્પેરસ ટ્રેનમાં ચઢવા દરમિયાન લપસી જવાને કારણે એક વેપારીનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. પ્રિયંક સોની ધંધાના કામથી નાગપુર ગયો હતો અને ભિલાઈ પરત ફરી રહ્યો હતો.  (તમામ તસવીરો સૌજન્ય : દૈનિક ભાસ્કર)

તે દરમિયાન રાજનાંદગાંવ રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે તેનો પગ લપસી ગયો અને તે ટ્રેનની ચપેટમાં આવી ગયો. પ્રિયંક કપડાના જથ્થાબંધ વેપારનું કામ કરતો હતો. પ્રિયંક સોની નાગપુરથી ભિલાઈ જવા માટે અમદાવાદ હાવડા એક્સપ્રેસમાં ચડ્યો હતો. ત્રણ કલાકના વિલંબને કારણે ટ્રેન રાત્રે 12.37 વાગ્યા આસપાસ રાજનાંદગાંવ સ્ટેશન પર પહોંચી હતી. ત્યારે પ્રિયંકાને તરસ લાગતા તે નીચે ઉતરી પાણીની બોટલ ખરીદવા ગયો.

પ્રિયંક અને તેની પત્ની

પ્રિયંકની સાથે તેના મિત્રો પણ હતા. પ્રિયંકને તેના મિત્રોએ કહ્યુ કે ટ્રેન ગમે ત્યારે ચાલશે અને એટલે પાણી લેવા હવે નીચે ન ઉતર. પાણી આગળ જઇ લઇ લઇશું. જો કે પ્રિયંક રાજી ન થતા તે ટ્રેનમાંથી નીચે ઉતરી પાણીની બોટલ ખરીદવા ગયો. જો કે, ત્યાં સુધી ટ્રેન ચાલવા લાગી. પ્રિયંક ટ્રેન પકડવા દોડ્યો પણ ટ્રેન પહેલાથી જ સ્પીડ પકડી ચૂકી હતી. સ્પીડમાં હોવા છતાં પ્રિયંકે ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો. જેના કારણે તેનો પગ લપસી ગયો અને તે અકસ્માતનો શિકાર બન્યો.

પ્રિયંક બહેન અને પરિવાર સાથે

પ્રિયંકના મિત્રને લાગ્યું કે પ્રિયંક ટ્રેન ચૂકી ગયો છે. એટલા માટે તેઓ ફોન કરી રહ્યા હતા પણ ફોન ન ઉપડ્યો. જ્યારે ટ્રેન નીકળી ગઇ તે પછી જીઆરપી ત્યાં પહોંચી અને ટ્રેક પરથી લાશને ઉપાડી ત્યારે પ્રિયંકાના ફોન પર ફોન આવ્યો અને તેના મિત્રને જાણ કરી કે તેનું મોત થઇ ગયુ છે. આ પછી મિત્રએ પ્રિયંકના ભાઈ અને પરિવારને જાણ કરી. જીઆરપીએ પીએમ બાદ મૃતદેહ પરિજનોને સોંપ્યો. જણાવી દઇએ કે, આ ઘટના એક મહિના પહેલાની છે.

Shah Jina