ભેળ પુરી બનાવવાનો આ વીડિયો જોઇ તમને થઇ જશે ભેળ પુરીથી નફરત, ભડકેલા લોકો સંભળાવી રહ્યા છે ખરી-ખોટી

ભેળ પુરી બનાવવાનો વીડિયો વાયરલ થયા બાદ મચ્યો હડકંપ, લોકો બોલ્યા- ભાઇ વીડિયો બનાવવાનું બંધ કરો, નહિ તો ખાવા માટે કંઇ નહિ બચે

Bhel puri Viral Video : ભેળ પુરી એ સમગ્ર ભારતમાં સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડમાંનું એક છે. મમરા, સેવ, સમારેલા શાકભાજી, મસાલેદાર આમલીની ચટણી અને મજેદાર મિશ્રણથી બનેલી ભેળ પુરી આપણને એક અલગ જ સ્વાદ આપે છે. પછી તે સ્ટ્રીટ ફૂડ સ્નેક, પાર્ટી એપેટાઇઝર હોય કે આરામથી લટાર મારતી વખતે ક્વિક બાઇટના રૂપમાં તેનો આનંદ માણવામાં આવે.

આપણે દેશના વિવિધ ભાગોમાં ઉપલબ્ધ વિવિધતાઓનો સૌથી વધુ આનંદ માણીએ છીએ. પણ હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જે ભેળ પુરીના ચાહકોને નિરાશ કરી શકે છે! સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ વીડિયો મમરા બનાવવાની પ્રક્રિયા દર્શાવે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ પગથી ઘટકોને મિક્સ કરી રહ્યો છે.

થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઇ ગયો અને તેને 1.3 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. વીડિયો સામે આવ્યા લોકોએ તેના પર સખત પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું, “આ મારા બાળપણથી જ તમામ ખાદ્યપદાર્થો પ્રત્યેના મારા શોખને બહાર કાઢવા માટે સમર્પિત છે.

મારી યાદોને બરબાદ કરવા બદલ તમારો આભાર.” પોતાની ચિંતા વ્યક્ત કરતાં એકે કહ્યું, “ભાઈ તુ યે વિડિયો બનાના કર દે વરના ખાને કે લિએ કુછ બચેગા હી નહીં.” વિડિયો પર જુદા જુદા લોકોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

Shah Jina