ભાવનગરમાં રખડતા ઢોરને કારણે અડફેટે આવેલી મહિલાનું મોત, કાજલબેન ધાર્મિક પ્રસંગેથી પાછા આવી રહ્યા હતા ને અચાનક….

ગુજરાતમાંથી ઘણીવાર રખડતા ઢોરના કારણે કોઇ વ્યક્તિના મોતને ભેટવાની ઘટના સામે આવે છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરનો આતંક ખૂબ વધી ગયો છે. ત્યારે હાલમાં ભાવનગરમાંથી એક મામલો સામે આવ્યો. જેમાં 6 દિવસ પહેલા ઢોરે મહિલાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ દાખલ કરવામાં આવી હતી અને તે બાદ હવે 6 દિવસ પછી તેનું મોત થતા પરિવારમાં ગમગીની ફેલાઇ છે.

હવે આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ભાવનગર શહેર નજીક આવેલા અધેવાડા ગામ પાસે 6 દિવસ પહેલા કાજલબેન શિયાળ ભડી ગામેથી સ્કૂટર પર પરત આવતા હતા ત્યારે અધેવાડા નજીક ઢોરે અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલ મહિલાને પહેલા ભાવનગરમાં અને ત્યારબાદ અમદાવાદમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જો કે, લગભગ 6 દિવસ સુધી અમદાવાદમાં સારવાર બાદ આખરે કાજલબેનનું મોત થયું છે.

ત્યારે હવે રખડતા ઢોરના કારણે વધુ એક મોત થતા સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે. કાજલબેન શિયાળ અને તેમનો પરીવાર બાઈક લઈ 11 એપ્રિલના રોજ ભડી ગામે ધાર્મિક પ્રસંગે જઈ ભાવનગર પરત આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. અઘેવાડા નજીક ખોડીયાર માતાજીના મંદિર પાસે આખલા યુદ્ધ ચાલી રહ્યું હતું આ દરમિયાન સાઈડમાં ઉભા રહેલ દંપતિ અને તેમની બાળકી પર આખલા પડતાં મહીલાને માંથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

જેને લઇને પહેલા તો તેમને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા પણ બે દિવસ હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આજરોજ સારવાર દરમિયાન તેમનું મોત થતા પરિવારમાં પણ શોક ફેલાઇ ગયો છે.

Shah Jina