ઉત્તરાખંડ ભુસ્ખલન ફસાયા ભાવનગરના 2 ગુજરાતી યુવકો, અત્યાર સુધીમાં 19ના મોત થઇ ચુક્યા છે

ભાવનગરનો અર્જુનસિંહ ગોહિલ ગુમ, એક સલામત- ઉત્તરાખંડ હિમસ્ખલનની દુર્ઘટનામાં 19ના મોત

ઉત્તરકાશીમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 41 પર્વતારોહકોની ટીમ દ્રૌપદી કા દંડ શિખર પર વિજય મેળવવા ગઈ હતી. જેનો હેતુ પર્વતારોહણની અદ્યતન તાલીમ મેળવવાનો હતો. તેમણે 18,934 ફૂટ ઊંચા શિખરને પણ જીતી લીધું હતું. ટીમ તેના ટ્રેનર્સ સાથે નીચે પાછી ફરી રહી હતી. તેઓ 17 હજાર ફૂટની નજીક પહોંચ્યા જ હતા કે તેઓ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયા. વાસ્તવમાં દ્રૌપદી શિખર અત્યંત દુર્ગમ પર્વતોની વચ્ચે આવેલું છે. તીક્ષ્ણ ખીણો અને ઊંચા શિખરો સાથે ગંગોત્રી પર્વતમાળામાં આવે છે.

આ શ્રેણી ગઢવાલ હિમાલયનો ભાગ છે. તેને ગંગોત્રી ગ્રુપ કહેવામાં આવે છે. અહીંનું સૌથી ઊંચું શિખર ચૌખંબા છે. જેની ઉંચાઈ 23,419 ફૂટ છે. તે પછી કેદારનાથ પર્વત છે. તેની ઉંચાઈ 22,769 ફૂટ છે. ત્યારબાદ 22,651 ફૂટ પર થલય સાગર છે. ત્યારબાદ ગૌમુખ પાસે માઉન્ટ શિવલિંગ (માઉન્ટ શિવલિંગ) છે, તેની ઊંચાઈ 21,467 ફૂટ છે. પછી મેરુ પર્વત છે. જે 21,850 ફૂટ ઉંચી છે. હવે કલ્પના કરો કે ગંગોત્રી જૂથમાં પર્વતારોહણ કેટલું મુશ્કેલ હશે જ્યાં ઘણા ઊંચા પર્વતો છે. આ હિમસ્ખલનમાં અત્યાર સુધીમાં કુલ 19 લોકોના મોત થઈ ચૂક્યા છે.

જ્યારે 10 ટ્રેકર તાલીમાર્થીઓ હજુ પણ લાપતા છે. નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે આ દુર્ઘટનામાં બે ગુજરાતી યુવાનો પણ ફસાયા છે. ભાવનગરથી ઉતરાખંડ ગયેલા બે ગુજરાતી યુવકો કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલમાં આધેવાડા ગામના કલ્પેશ બારૈયા સહી સલામત છે જ્યારે ચિતરાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલની હાલ શોધખોળ ચાલી રહી છે. અર્જુનસિંહ હાલ લાપતા છે. ઉલ્લેખનીય છે કે, 19 પર્વતારોહકના મૃતદેહો અત્યાર સુધી મળી આવ્યા છે,

જો કે 10 લોકો હજુપણ લાપતા છે. જેમાં ગુજરાતના પાંચ યુવાનો પણ સામેલ હતા. ચારને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે, અને હવે માત્ર અર્જુનસિંહ ગોહિલ લાપતા છે. અર્જુનના વાત કરીએ તો, તેણે અગાઉ ઓલ ઈન્ડિયા સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, અગાઉ 16,000 ફૂટ પૂર્ણ કરી ફરી એડવાન્સ કોર્સ માટે ગયો હતો. અર્જુનસિંહના પિતા પુત્રની શોધમાં આજે ગાંધીનગરથી ઉત્તરાખંડ જવા રવાના થવાના છે.

Shah Jina