રખડતા ઢોરથી દૂર જ રેજો નહિ તો….ત્રાપજ બંગલા પાસે યુવાનનું મોત થતા આખો પરિવાર શોકમાં ગરકી ગયો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. આ મામલે ઘણી કાર્યવાહી કરી હોવા છત્તાં પણ તેનો ત્રાસ હજી પણ યથાવત છે. ઘણા લોકો રખડતા ઢોરને કારણે ઇજાગ્રસ્ત થયા છે અને ઘણાના તો મોત પણ નિપજી ચૂક્યા છે. રાજયની જનતા સિવાય નેતા પમ રખડતા ઢોરના આતંકનો ભોગ બની રહ્યા છે. ત્યારે હાલમાં ભાવનગરમાંથી આવો એક કિસ્સો સામે આવ્યો છે.
જેમાં રખડતા ઢોરના કારણે એક યુવકનો જીવ ગયો છે. ભાવનગરનાં ત્રાપજ બંગલા પાસે રહેતા રિયાઝભાઈ કાર લઈ જઇ રહ્યા હતા તે દરમિયાન આખલો ચઢી આવતા અકસ્માત સર્જાયો અને જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા. જે બાદ તેમને સર.ટી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા પણ મોડી રાત્રે તેમનું મોત થયું હતું. આ ઘટનાને કારણે મૃતકના પરિવારમાં માતમ છવાઇ ગયો.
હાલ તો આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઇએ કે, થોડા દિવસો અગાઉ ભાવનગરમાં રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો હતો. જેમાં શહેરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા એક આધેડ પરેશભાઈ વાઘેલા નું મોત નિપજ્યું હતુ.