‘હું મારી મરજીથી મરું છું, મમ્મી-પપ્પા…’ સુસાઇડ નોટ લખી ભાવનગરના યુવકે કર્યો આપઘાત, પોલીસ બનવાનું હતુ સપનું

મારુ સપનું હતું પોલીસ બનવાનું, હું મારી મરજીથી મરું છું, મમ્મી-પપ્પાને…ભાવનગરનો યુવક પંખે લટકી ગયો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે, જેમાં કેટલાક માનસિક તણાવ, આર્થિક તંગી અને કેટલાક પ્રેમ-અવૈદ્ય સંબંધના હોય છે. ત્યારે હાલમાં ભાવનગરમાંથી એક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં વડવા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના શિક્ષિત બેરોજગાર દીકરાએ આપઘાત કરી લીધો છે. મૃતકના અનેક પ્રયત્નો છતાં સરકારી નોકરી ન મળતાં તે હતાશામાં આવી ગયો અને તેણે રવિવારે આપઘાત કરી જીવનનો અંત આણી દીધો.

હાલ તો આ મામલે તપાસ કરતા મૃતક યુવાને લખેલી સુસાઇડ નોટ સામે આવી છે. સુસાઇડ નોટમાં લખ્યુ છે કે, હું મારી મરજીથી મરું છું, તો મારાં મમ્મી-પપ્પા અને ભાઈને હેરાન ન કરતા. મને માફ કરી દેજો હું આ પગલું ભરુ છું તો.તેણે આગળ લખ્યુ હતુ કે, મારું સપનું હતું પોલીસ જવાન બનવાનું. આ ઘટનાને લઇને ગઇકાલના રોજ સાંજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.

મૃતકનું નામ હિતેશ ભરતભાઈ સોરઠિયા સામે આવ્યુ હતુ અને તેની ઉંમર 30 વર્ષ હતી. તે કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરી મેળવવા પ્રયત્નશીલ હતો અને પોલીસની ભરતીમાં બેથી વધુ વખત જોડાયો હતો, પણ પાસ ન થતાં તે હિંમત હારી અને સપનું પૂરું ન થાય એવા માનસિક ડરને કારણે ડિપ્રેશનમા સરી પડ્યો હતો. હાલ તો હિતેશભાઇના આ પગલાને કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા મૃતકને ગઇકાલના રોજ સાંજે શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પરિવારજનોને મળી દિલાસો આપ્યો. મૃતકના કાકાએ જણાવ્યું કે તેમનો ભત્રીજો પોલીસની તૈયારી કરતો અને તેને પગમાં ફેક્ચર થયું હોવા છતાં તેણે પોલીસમાં જવાની હાર માની નહોતી. તેણે બીજી વખત પરીક્ષા આપી પણ પછી હતાશ થઈ ગયો.

Shah Jina