પૂર્વ PMની વહુરાણીનો ફૂટ્યો ગુસ્સો, બાઇક સવારને કહ્યુ- બસની નીચે જઇને મર, મારી કાર 1.5 કરોડની છે…

‘કોઇ બસની નીચે જઇને મર, આ મારી 1.5 કરોડની કાર છે…’ પૂર્વ પ્રધાનમંત્રીની વહુએ બાઇક સવારની કરી બેઇજ્જતી- જુઓ વીડિયો

Biker Hits Deve Gowda daughter-in-law Car: પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની વહુ ભવાની રેવન્નાની મોંઘી કાર સાથે બાઇક સવારના ટક્કરનો મામલો સામે આવ્યો છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રેવન્ના બાઇક સવાર પર પોતાનો ગુસ્સો ઠાલવતી જોવા મળે છે. તે બાઇક સવારને એવું કહી રહી છે બસની નીચે જઇને મર, મારી કાર દોઢ કરોડની છે. જો કે આ મામલો કોનો વાંક હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.

કથિત રીતે વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે વ્યક્તિએ કારને ટક્કર મારી હોવાનું કહેવાઇ રહ્યુ છે. આ પછી ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ ગુસ્સે થઈ રહ્યા છે. ત્યાં ઘણા લોકો ભવાની રેવન્નાના ગુસ્સાનું સમર્થન પણ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તે બાઈકરને કહેતા સાંભળી શકાય છે કે “જો તારે મરવું હોય તો બસની નીચે જઈને મરી જા. તું ખોટી દિશામાં કેમ ચલાવી રહ્યો હતો?”

અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા વારંવાર વેલફાયર ગાડીની કિંમત ₹1.5 કરોડ જાહેર કરતા સાંભળી શકાય છે. તેણે બાઈકરને પૂછ્યું, “શું તમે તેને રિપેર કરવા માટે ₹50 લાખ ચૂકવશો?” જો કે, બાજુમાં રહેનાર વ્યક્તિએ મામલો શાંત પાડવા દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે બાઇકર પર ભડકવાનું ચાલુ રાખ્યું. ઉલ્લેખનીય છે કે, આ ઘટના શુક્રવાર (1 ડિસેમ્બર)ના રોજ બની હોવાનું કહેવાય છે, જ્યારે રેવન્ના બેંગલુરુથી લગભગ 400 કિલોમીટર દૂર ઉડીપીમાં તેના વતન સાલીગ્રામ જઈ રહી હતી.

અચાનક એક બાઇક સવારે તેની કાર ટોયોટા વેલફાયરને ટક્કર મારી હતી. જો કે, ભૂલ કોની હતી તે હજુ સ્પષ્ટ નથી. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે રેવન્નાની તેના વિશેષાધિકારોનો દુરુપયોગ કરવા બદલ ટીકા પણ કરી છે. જો કે, આ મામલે રેવન્ના, તેના પરિવારના કોઈ સભ્ય અથવા જનતા દળ (સેક્યુલર) તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, રેવન્નાના પતિ એચડી રેવન્ના કર્ણાટકના હાસન જિલ્લાની હોલે નરસીપુર વિધાનસભા સીટના ધારાસભ્ય છે અને પુત્ર પ્રજ્જવલ રેવન્ના હાસન લોકસભા બેઠક પરથી સાંસદ છે તેમજ બીજો પુત્ર સૂરજ એમએલસી છે.

Shah Jina