ભારતીનો “ગોલા” થયો 3 મહિનાનો, કેક કાપી કર્યુ સેલિબ્રેશન…વીડિયો થયો વાયરલ

ક્યૂટનેસની વાત કરીએ તો ભારતીનો દીકરો ગોલા ઘણા સ્ટાર કિડ્સને ટક્કર આપવા આવી ગયો છે. આખરે ગોલાના જન્મના ઘણા મહિનાઓ બાદ ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાએ ચાહકોને લક્ષ્યનો સુંદર ચહેરો બતાવ્યો હતો, જેને તેઓ પ્રેમથી ગોલા કહે છે.

હવે તમને ખબર છે કે ભારતી અને હર્ષનો ગોલા એટલો જ ગોળમટોળ અને ક્યુટ છે જેવું તેનું નામ છે. હવે ભારતીના હર્ષના દીકરાની ઝલક જોયા પછી ખાતરી થઈ ગઈ કે ગોલા ખરેખર ગોળમટોળ છે અને ક્યુટનેસથી ભરપૂર છે. ભારતી અને હર્ષનો પુત્ર લક્ષ લિમ્બાચીયા ત્રણ મહિનાનો થઈ ગયો છે. આ ખાસ અવસર પર બંનેએ પોતાના પુત્રનો ચહેરો પણ બતાવ્યો હતો.

ચાહકો ગોલાને જોવા તલપાપડ થઇ રહ્યા હતા. ભારતી અને હર્ષ ઘણીવાર તેમના ગોલા વિશે મીઠી મીઠી વાતો કરતા જોવા મળતા હતા. પરંતુ તેનો ચહેરો બતાવ્યો ન હતો. ભારતી તેના પરિવારનું ઘણું માને છે. તેથી વડીલોના કહેવાથી તેણે ત્રણ મહિના સુધી ગોલાનો ચહેરો જાહેર કર્યો ન હતો. હાલમાં જ ગોલાએ તેની પહેલી ઇદ સેલિબ્રેટ કરી હતી અને ભારતીને તેની ભાભીએ ઇદની દાવત પર બોલાવી હતી. ભારતીએ એક વ્લોગ શેર કર્યો છે, જે તેણે તેની યૂટયૂબ ચેનલ લાઇફ ઓફ લિમ્બાચિયા પર શેર કર્યો છે.

જેમાં જોઇ શકાય છે કે જ્યારે ભારતી ઇદ માટે તેની ભાભીના ત્યાં જવાની હોય છે ત્યારે હર્ષ અને ગોલા મસ્તી કરતા જોવા મળે છે. જે બાદ તે દાવત માટે જાય છે અને ત્યારે તેઓ ગોલાને પણ સાથે લઇને જાય છે. ગોલા ત્યારે દગો આપી દે છે અને સૂઇ જાય છે. જો કે, બીજા દિવસે ગોલાની ભાભી તેને ત્રણ મહિના થવા પર કેક લઇને આવે છે, ત્યારે ગોલા જાગતો હોય છે. ગોલાના ત્રણ મહિના થવા પર બે-બે સુંદર કેક લાવવામાં આવી હતી. જેમાંથી એક પર વેલકમ ગોલા લખ્યુ હતુ અને એક પર હેપ્પી 3 મંથ્સ લક્ષ લખ્યુ હતુ.

ભારતી કહે છે કેે બાળકો એવા હોય છે કે ક્યાંક જવાનું હોય તો પોર્ટી કરી દે છે, ખુશીથી જવું હોય તો તે સૂઇ જાય છે. ભારતી કહે છે કે તેની ભાભીના ત્યાં જવા માટે જ્યારે તે ગોલાને તૈયાર કરી રહી હતી ત્યારે તે ભયંકર ઊંઘમાં હતો અને તેને કારણે તે ગોલાને લઇને ગઇ ન હતી. ભારતી કહે છે કે ભાભી કેક લઇને આવ્યા હતા ગોલાના વેલકમ માટે અને જે દર મહિને કેક મોકલે છે ગોલા માટે તેમણે પણ મોકલી હતી એટલે ગોલાની એ દિવસની બે કેક થઇ ગઇ હતી. જે બાદ ભારતીએ ભાભી સાથે કેક કાપી સેલિબ્રેટ કર્યુ હતુ.

આ વીડિયોમાં ભારતી એકદમ સિંપલ લુકમાં જોવા મળી હતી. ભારતી છેલ્લે વીડિયોમાં કહે છે કે આખરે ગોલા ઉઠી ગયો છે અને ભાભી છેલ્લા કલાકથી બેઠી છે અને રાહ જોઇ રહી છે. ગોલાએ ઘણી રાહ જોવા મળી રહી છે.જ્યારે ભાભી વેલકમ ગોલે બોલે છે તો ભારતી જોરથી કહે છે કે ગોલે….ગોલા…એટલે કે ગોલે ના બોલો ગોલા છે એ.જ્યારે ભારતી કેક કાપવા જાય છે ત્યારે નાઇફ તૂટી જાય છે અને આ દરમિયાન તે ફની કોમેન્ટ પણ કરે છે, કે ભાભી કેવી કેક લાવ્યા છો. જોકે, ભારતી ઇદની બિરયાનીને લઇને પણ કમેન્ટ કરે છે.

Shah Jina