લોકોની ફેવરિટ કોમેડિયન ભારતી સિંહના ઘરે એક નાનકડો રાજકુમાર આવી ગયો છે. થોડા સમય પહેલા જ ભારતીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને તેના ચાહકોને ખુશખબર આપી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ ખુશખબરી પહેલા ભારતીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીએ થોડા મહિનામાં 15 કિલો વજન ઘટાડ્યું હતું. તમને જણાવી દઈએ કે ભારતીએ 6 મહિનામાં પોતાનું 15 કિલો વજન ઘટાડ્યું હતું. પહેલા ભારતી સિંહનું વજન 91 કિલો હતું, જે બાદમાં તેણે વજન ઘટાડીને 76 કિલો કર્યું હતુ. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરીને ભારતીએ પોતાનું વજન ઘટાડ્યું હતું.
ભારતીએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેણે પોતાના આહાર પર નિયંત્રણ રાખીને જ વજન ઘટાડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતી સાંજે 7 વાગ્યા પછી અને બીજા દિવસે બપોરે 12 વાગ્યા પહેલા કંઈ ખાતી ન હતી. વજન ઘટાડ્યા બાદ ભારતી પણ પોતાને જોઈને ચોંકી ગઇ હતી. તે વિશ્વાસ કરી શકતી ન હતી કે તેણે તે કેવી રીતે કર્યું. ભારતી એમ પણ કહે છે કે તે ખુશ, ફિટ અને સ્વસ્થ અનુભવી રહી છે. ભારતીએ કહ્યું, “અત્યારે શ્વાસ ફૂલતો નથી અને હું હળવાશ અનુભવું છું.
મારો ડાયાબિટીસ અને અસ્થમા પણ નિયંત્રણમાં આવી ગયો છે. હું ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ અનુસરું છું. હું સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે 12 વાગ્યા સુધી કંઈ ખાતી નથી. “હું 12 વાગ્યા પછી જમવા પર તૂટી પડું છું. મારું શરીર સાંજે 7 વાગ્યા પછી ડિનર સ્વીકારતું નથી. ” ભારતીએ કહ્યું કે લોકડાઉને આપણને ઘણું શીખવ્યું છે. પરિવાર અને પ્રિયજનોને પ્રેમ કરવાનું પણ શીખવવામાં આવ્યું છે.
ભારતી કહે છે, “આપ હૈ તો ફેમિલી હૈ અને કામ હૈ. જો તમે તમારી જાતને પ્રેમ નહીં કરો તો કોઈ તમને પ્રેમ નહીં કરે. તમારી જાતને પ્રેમ કરીને અને તમને પડદા પર જોઈને ખૂબ આનંદ થાય છે.” ભારતી વધુમાં કહે છે કે મારા શરીરમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે હું મારી જાતને જોઉં છું, ત્યારે મારો ચહેરો ખૂબ પાતળો લાગે છે અને મને મારી જાત પર ગર્વ છે.