પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ ગયા વર્ષે 3 એપ્રિલ 2022ના રોજ ચાહકોને ખુશખબર આપી હતી કે તેઓ ક્યુટ દીકરા ગોલાના માતા-પિતા બન્યા છે. ત્યારે 3 એપ્રિલ 2023ના રોજ ભારતી સિંહનો રાજકુમાર એક વર્ષનો થઇ ગયો. દીકરાના જન્મદિવસના ખાસ અવસર પર કોમેડિયને તેની ઘણી બધી તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યો છે.
લોકો પણ કમેન્ટ સેક્શનમાં ગોલા પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ભારતી અને હર્ષે ગોલાના 6 મહિના પૂર્ણ થયા બાદ ચહેરો બતાવ્યો હતો. તે પહેલા તે તેના ફોટા પોસ્ટ કરતા પણ હંમેશા ગોલાના ચહેરા પર ઇમોજી મૂકવામાં આવતુ. ગોલાના પ્રથમ જન્મદિવસના અવસર પર ઉર્વશી ધોળકિયા, નેહા કક્કર, અર્જુન બિજલાની, આરતી સિંહ સહિત ઘણા સ્ટાર્સે તેના પર પ્રેમ વરસાવ્યો અને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.
આ ફોટોમાં ભારતી સિંહનો દીકરો ખરેખર ક્યૂટ લાગી રહ્યો છે. ભારતી સિંહ ઘણીવાર તેના પુત્ર સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, તે તેના પુત્ર સાથે ફરતી રહે છે. તે જ્યાં પણ જાય છે ગોલાને સાથે લઈ જાય છે. પછી ભલે તે કોઈ ઈવેન્ટ હોય કે બિગ બોસના સ્ટેજ પર. સલમાન ખાને ગોલાને પોતાના ખોળામાં લીધો હતો.
ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા તેમના પુત્રને ખૂબ પ્રેમ કરે છે. બંને પોતાના ફાજલ સમયમાં તેની સાથે વધુ સમય વિતાવે છે. કોમેડિયન તેના વ્લોગમાં આનો ઉલ્લેખ કરે છે અને તે પણ બતાવે છે કે તે તેના પુત્ર સાથે કેવી રીતે રમે છે અને તેની સંભાળ રાખે છે. ગોલાના ક્યુટ ફોટોશૂટની વાત કરીએ તો, તસવીરોમાં લક્ષ્ય સફેદ શર્ટ અને ચેક પેન્ટમાં જોવા મળી રહ્યો છે.
ગોલા એક ટોપલીમાં બેઠો છે જેમાં ફુગ્ગા છે. અન્ય તસવીરોમાં લક્ષ્ય શેફના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. ગોલા બંને લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તસવીરો શેર કરતાં ભારતીએ લખ્યું- પ્રથમ જન્મદિવસની શુભકામનાઓ લક્ષ્ય (ગોલા) બાબુ તમને ખૂબ પ્રેમ! મોટા થઇને અમારા જેવા બનજો. ભગવાન તમને ખુશ રાખે. આ તસવીરો પર ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
જણાવી દઈએ કે દરેક બાળક પહેલો શબ્દ મા બોલે છે, ભારતી સિંહ પણ આ શબ્દ સાંભળળવા તરસતી હતી પણ તેના દીકરા ગોલાએ મમ્મા નહીં પણ પપ્પા કહ્યુ. તેણે હર્ષ લિમ્બાચિયા સાથે પોતાનું અટેચમેન્ટ બતાવ્યુ, જેના પર ભારતી પણ ઘણી વખત બોલી ચૂકી છે.