ભાઈ બહેનના નિઃસ્વાર્થ પ્રેમનું ઉદાહરણ જોવા મળ્યું ભારત જોડો યાત્રા દરમિયાન, જ્યાં ભાઈ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકાને ગળે લગાવીને ગાલ પર કર્યું ચુંબન… જુઓ વીડિયો
રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં સામેલ છે અને આ યાત્રા હવે ફરી એકવાર આગળ નીકળી ગઈ છે. એક અઠવાડિયા સુધી આ યાત્રા દિલ્હીમાં રોકાયા બાદ હવે ગત મંગળવારના રોજ શ્રીનગર માટે નીકળી ગઈ અને યુપી તરફ આગળ વધી. આ યાત્રામાં હવે રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ જોડાઈ ગયા છે.
ભારત જોડો યાત્રા દરમિયાન સોશિયલ મીડિયામાં પણ ઘણી તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા છે જેમાં રાહુલ ગાંધીનો અંદાજ કેટલીકવાર લોકોના દિલ જીતવામાં કામયાબ પણ રહ્યો છે. ત્યારે હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં રાહુલ ગાંધી તેની બહેન પ્રિયંકા ગાંધીને કિસ કરતા જોવા મળી રહ્યા છે.
રાહુલ ગાંધી તેમના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે અને અવાર નવાર તે પોતાનો પ્રેમ પણ જાહેરમાં બતાવતા જોવા મળે છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે. ભાઈ બહેનનો પ્રેમ વ્યક્ત થતો વીડિયો હવે લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયોને લાઈક કરી રહ્યા છે અને કોમેન્ટમાં પણ તેમની પ્રસંશા કરી રહ્યા છે.
❤️❤️ pic.twitter.com/9MIQKMIdAQ
— Congress (@INCIndia) January 3, 2023
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધી મંચ પર બેઠા છે અને આ મંચ પર તેમને પ્રિયંકા ગાંધીનું પણ ભવ્ય સ્વાગત કર્યું, જેના બાદ રાહુલે બહેનને ગળે લગાવી અને ગાલ પર ચુંબન કર્યું. આ વીડિયો અને તસવીરોને કોંગ્રેસના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. જેની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે, “ભાઈ બહેનનો શુદ્ધ પ્રેમ”