રસોઈ

ભાજીપાઉ (કુકરમાં ) ખુબ જ ટેસ્ટી રેસિપી નોંધી લો અને આજે જ બનાવો – વાંચો રેસિપી

ક્વિક ભાજીપાઉ (ઇન કુકર):
હાઇ ફે્ન્ડસ, આજે હું તમારા બધાની ઓલટાઇમ ફેવરીટ રેસીપી લઇને આવી છુ જે તમે બધા બનાવતા જ હશો પણ આજની મારી રેસીપીથી તમે ઓછા ટાઈમ માં ટેસ્ટી ભાજીપાઉં બનીવી શકશો.તો નોંધી લો મારી આ રેસીપી અને આજે જ ટા્ય કરો તમારા કિચનમાં.

સામગી્:

 • કોબીજ-૧ કપ
 • ફ્લાવર- ૧ કપ
 • લીલા વટાણા-૧/૨ કપ
 • બટાકા-૧/૨ કપ
 • રીંગણ-૧/૪ કપ
 • ટામેટુ-૧/૨ કપ
 • ડુંગડી-૧/૨ કપ
 • કેપ્સીકમ-૧/૪ કપ
 • આદુ મરચા લસણની પેસ્ટ-૧ ટેબલ સ્પૂન
 • લાલમરચુ પાઉડર-૧ ટી સ્પૂન
 • ધાણાજીરુ પાઉડર-હાફ ટી સ્પૂન
 • ભાજીપાઉ મસાલો-૧ ટી સ્પૂન
 • હીંગ-૧/૪ ટી સ્પૂન
 • મીઠુ-સ્વાદ મુજબ
 • બટર-૧/૪ કપ
 • તેલ-૨ટેબલ સ્પૂન
 • કસૂરી મેથી-૧ ટેબલ સ્પૂન
 • કોથમીર-ગાનૅીશીંગ માટે

રીત:બધા વેજીટેબલ્સને સમારી ધોઇ લેવા. ટામેટા,ડુંગડી અને કેપ્સીકમને ઝીણા સમારી અલગ રાખવા. કુકરમાં તેલ અને બટર ગરમ થાય એટલે આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી સાંતડવી. ત્યારબાદ ડુંગડી,ટામેટા અને કેપ્સીકમ ઉમેરી સાતડવુ.

બધા વેજીટેબલ્સ ઉમેરી બધા મસાલા ઉમેરી સરખુ હલાવી અડધો ગ્લાસ પાણી ઉમેરી કુકર બંધ કરી દેવુ. મિડિયમ ફ્લેમ પર ૪ વિસલ થવા દેવી. કુકર ઠરે એટલે મેશ કરી ભાજીપાઉ મસાલો અનેકસૂરી મેથી એડ કરવી. પેનમાં બટર ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન મરચુ એડ કરી ભાજીપાઉમાં વઘાર કરવો.

લીંબુનો રસ ઉમેરી કોથમીરથી ગાનૅીશ કરી સવૅ કરો.
તો તૈયાર છે કુકરમાં ટેસ્ટી ભાજીપાઉ.તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટસમાં જરૂર જણાવજો.

Author: Bhumika Dave GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજોજેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ