હોળી પહેલા સલમાન ખાનની એક્ટ્રેસને થઇ ગંભીર ઇજા, માથા પર આવ્યા 13 ટાંકા- હોસ્પિટલમાંથી સામે આવી તસવીરો
હોળીના એક દિવસ પહેલા, સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયાની અભિનેત્રી ભાગ્યશ્રીને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભાગ્યશ્રીના ચાહકો આ સમાચાર સાંભળીને ચોંકી જશે. હોળી પહેલા અભિનેત્રી ભાગ્યશ્રીને ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી.
ભાગ્યશ્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને ચાહકો ખૂબ જ નારાજ થઈ ગયા છે. બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીની ફિલ્મ મૈંને પ્યાર કિયા લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. બોલિવૂડ હંગામાએ ભાગ્યશ્રીના હોસ્પિટલના ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.
હોસ્પિટલમાં પોતાની મનપસંદ અભિનેત્રીને જોઈને ચાહકો ચિંતિત છે. ભાગ્યશ્રીને પિકલબોલ રમતા સમયે ઈજા થઈ હતી. બોલિવૂડ હંગામાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘સદાબહાર સિનેમા અભિનેત્રી ભાગ્યશ્રીને તાજેતરમાં અપિકલબોલ રમતા કપાળ પર ઊંડી ઈજા થઈ હતી.’ ભાગ્યશ્રીની સર્જરી થઈ છે અને તેના કપાળ પર 13 ટાંકા આવ્યા છે.
જો કે, અભિનેત્રી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઓપરેશન થિયેટર ઉપરાંત સર્જરી પછી ભાગ્યશ્રીના ફોટા પણ સામે આવ્યા છે, એક ફોટામાં ભાગ્યશ્રી હસતી જોવા મળે છે અને તેના કપાળ પર પટ્ટી બાંધેલી જોવા મળે છે.