પૂરપાટ ઝડપે આવતી ટ્રક અનિયંત્રિત થઇ બૂથથી અથડાઇ, 3 સેકન્ડમાં ટોલ કર્મીએ ભાગીને જીવ બચાવ્યો પછી જે થયું

હે ભગવાન- ટક્કર મારીને ટ્રકે ટોલબૂથ ઉડાવ્યુ, ખુરશી પર બેસેલ કર્મચારી… જુઓ સીસીટીવી વીડિયો

હાલમાં એક અનિયંત્રિત ટ્રક ટોલ બુથમાં ઘૂસી ગઇ જે બાદ ત્યાં અફરા તફરી મચી ગઇ. બૂથ અંદર એક કર્મચારી પણ હતો  જેણે ટ્રકને બુથ તરફ આવતા જોઇ ત્યાંથી ભાગી જીવ બચાવ્યો. આ ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઇ ગઇ,

જેને જોઇને અંદાજ લગાવી શકાય છે કે, પોતાની તરફ ટ્રક આવતો જોઇ કર્મચારીની નજર પડે છે અને તે કેટલીક જ સેકન્ડમાં ત્યાંથી હટી પોતાનો જીવ બચાવેે છે. સીસીટીવીના આ ફુટેજ જોઇ કોઇના પણ મોઢામાંથી નીકળશે કે, ‘જાકો રાખે સાઇંયા, માર શકે ના કોઇ’.

યુપીના ભદોહી NH 19 પર સ્થિત લાલા નગર ટોલ પ્લાઝા પર મોતથી બચવાનો એક વીડિયો સામે આવ્યો છે. રવિવારે મોડી રાત્રે ટોલ બુથમાં નરોત્તમ સિંહ બેઠેલો હતો. અચાનક તે ખુરશી છોડી ભાગી ગયો. 2-3 સેકન્ડ બાદ પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક બુથને ટક્કર મારી દે છે, જેનાથી પૂરો બુથ ક્ષતિગ્રસ્ત થઇ જાય છે. ત્યાં નરોત્તમ સકુશલ બહાર આવતો દેખાય છે.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ટોલ કર્મી પોતાનો જીવ સલામત મેળવી ખુશ છે અને ભગવાનનો આભાર માની રહ્યો છે. ત્યાં આ મામલે પોલિસે આવશ્યક કાર્યવાહી કરી છે. ટોલકર્મી નરોત્તમ સિંહે જણાવ્યુ કે, ગાડી લેનથી આવતા દેખાઇ અને તે અનિયંત્રિત થઇ રહી હતી. આ માટે હું તાત્કાલિક બુથથી બહાર નીકળી ગયો. આ નવા જીવનદાન જેવુ છે.

Shah Jina