મોઢું ફેરવીને ઉભા હતા બધા દિયર, અચાનક ભાભી આવી તૈયાર થઈને, પછી વીડિયોમાં જુઓ કેવા સૌના હોશ ઉડી ગયા

દુલ્હનના કપડામાં સજી ધજીને આવેલી ભાભીને જોઈને દિયરોના હોશ ઉડી ગયા, જુઓ મજેદાર વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ જીજા-સાળી અને દિયર ભાભીના હસી મજાકના વીડિયો તો લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર એક દિયર ભાભીનો એક આવો જ દિલચસ્પ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ઘણા બધા દિયર મોઢું ફેરવીને ઉભા છે અને ત્યારે જ અચાનક પાછળથી ભાભી દુલ્હનના ડ્રેસમાં તૈયાર થઈને આવે છે. કોઈ દિયરને સહેજ પણ એ વાતનો અંદાજ નહોતો કે ભાભી દુલ્હનના ગેટઅપમાં આટ્લી સુંદર દેખાવવાની છે.

જેવું જ કેમેરામેને બધા જ દિયરને ભાભીને પાછળ ફરીને જોવા માટે કહ્યું કે બધા જ દિયર શોક્ડ રહી ગયા. એટલું જ નહીં કેટલાક દિયર તો પડવાની એક્ટિંગ પણ કરવા લાગ્યા.  તેના બાદ બધા જ દિયરોએ ભેગા થઈને તેમની ભાભીની આસપાસ વીંટળાઈ વળ્યાં અને તેની પ્રસંશા પણ કરવા લાગી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Jully Patel (@just.jully)

ભાભીને જોયા બાદ દિયરોના ચહેરા પણ જોવા જેવા હતા. પછી ભાભીએ ઈશારો કરીને તેની તરફ બોલાવ્યા અને તેમને આભાર કહેવા માટે ગ્રુપ હગ કર્યું. સોશિયલ મીડિયા ઉપર યુઝર્સને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા બધા યુઝર્સ આ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

તો દિયર ભાભિયાન પ્રેમાળ સંબંધોને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, એવો જ એક અન્ય વીડિયો પણ લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો,  વાયરલ વીડિયોની અંદર જોવા મળ્યું હતું કે કે જયારે દિયર કેમરો લઈને રસોડામાં આવે છે. ત્યારે ભાભી “ક્યોંકિ સાસ ભી કભી બહુ થી”નું થીમ સોન્ગ ગણગણવા લાગે છે. દિયર તેના ભાભીને કહે છે કે આજે રસોડામાં શું કરી રહ્યા છો ભાભી ? ત્યારે ભાભી કહે છે કે ચા બનાવું છું. જેના બાદ દિયર પણ બીજો સવાલ પૂછે છે કે કોના માટે ?

દુનિયાના સૌથી ક્યૂટેસ્ટ દિયર માટે ?” ત્યારે ભાભી પણ ખુબ જ શાનદાર જવાબ આપે છે કે “હા, અને કેમ એ પણ જણાવવું જરૂરી છે તો કોઈએ કહ્યું હતું કે લગ્ન બાદ સાસરે જઈને ચુડા વાળા હાથથી ચા બનાવીને પીવડાવવી જરૂર છે.” આ વીડિયોમાં દિયર અને ભાભીનું ક્યૂટ બોન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે.

વીડિયોમાં જે છોકરી જોવા મળી હતી તે કોઇ બીજુ નહિ પરંતુ ટીવીની ખૂબસુરત અભિનેત્રી દિશા પરમાર છે. દિશા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણિતુ નામ છે. તેણે ઘણી ધારાવાહિકમાં કામ કર્યુ છે. તે તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. દિશાને બાળપણથી જ અભિનય અને ડાંસિંગનો શોખ હતો અને તે ઘણીવાર ડાંસ કોમ્પિટીશનમાં  ભાગ પણ લેતી  હતી. દિશા જયારે 17 વર્ષની હતી ત્યારે તેણે “પ્યાર કા દર્દ હે મીઠા-મીઠા પ્યારા-પ્યારા”માં પંખુરીનું પાત્ર નિભાવ્યુ હતુ.

Niraj Patel