મજાક મજાકમાં દિયરે ભાભીનો જમવાનું બનાવતા વીડિયો કર્યો અપલોડ, ભાભી આજે કરે છે લાખોમાં કમાણી

ઘણા લોકો મજાકમાં સોશિયલ મીડિયાની અંદર વીડિયો અપલોડ કરતા હોય છે અને તે રાતોરાત વાયરલ પણ થઇ જતા હોય છે, તો ઘણા લોકોને મજાક કરવો ભારે પણ પડી જાય છે, પરંતુ હરિયાણાના ભિવાની જિલ્લાના નૌરંગાબાદમાં રહેવા વાળા દિયર ભાભીની કહાની સાંભળશો તો તમે પણ હેરાન રહી જશો.

આ કહાનીની શરૂઆત થઇ હતી વર્ષ 2017માં જયારે બબીતાએ ઘરે જ ચુલ્હા ઉપર રોટલી બનાવી રહી હતી. તે સમયે તેના દિયર રંજીતે ભાભી બબીતા સાથે મજાક મજાકમાં ચુલ્હા ઉપર રોટલી બનાવતો વીડિયો બનાવી લીધો અને પોતાની યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ પણ કરી દીધો.

પરંતુ આ વીડિયોએ તેમની કિસ્મત ચમકાવી દીધી. બબીતાના એ વીડિયોને માત્ર બે દિવસમાં જ લાખો લોકોએ નિહાળી લીધો. કોઈપણ જાતના તકનીકી જ્ઞાન વગર રંજીતે આ વીડિયોને યુટ્યુબ ઉપર અપલોડ કર્યો હતો. ત્યારબાદ શરૂ થઇ બબીતાની અસલી સફર.

બબીતા ચુલ્હા ઉપર જમવાનું બનાવતી અને તેનો દિયર રંજીત તેનો વીડિયો શૂટ કરતો અને પોતાના યુટ્યુબ ઉપર પોસ્ટ કરવા લાગ્યો, ધીમે ધીમે આ વીડિયોને લાખો લોકો નિહાળવા લાગ્યા, હવે યુટ્યુબ દ્વારા તેમને આવક પણ થવા લાગી અને છેલ્લા ત્રણ વર્ષમાં તે દર મહિને 60થી 70 હજાર રૂપિયા દરેક મહિને કમાઈ રહ્યા છે.

આજે બબિતાને યુટ્યુબ સ્ટારના નામે ઓળખવામાં આવે છે. રંજીતે પણ જણાવ્યું કે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરવા માટે તેને ઘણી મહેનત કરવી પડી. ઘરમાં નેટવર્ક બરાબર ના આવવાના કારણે તેન ધાબે જઈને અને ખેતરમાં પણ વીડિયો અપલોડ કરવા પડતા હતા.

આ વીડિયો દ્વારા તેને પહેલી આવક 13,400 રૂપિયા થઇ. ઘણીવાર વીડિયોના કારણે તેમને એક કે બે લાખ પણ મળ્યા છે. હવે તેના ભાભીના દેશી કુકીંગને દુનિયાભરની અંદર લોકો પસંદ પણ કરવા લાગ્યા છે.

Niraj Patel