ભાઈ અને માતાને સૂતા સમજી બે દિવસ સુધી તેમના મૃતદેહ સાથે રહી મહિલા, જાણો સમગ્ર મામલો…

મહિલાએ કહ્યું, માં જમવાનું બનાવતી હતી, એ સૂતી હતી એટલે ૨ દિવસ સુધી જમી નહિ પણ સચ્ચાઈ કઈંક અલગ જ નીકળી

એક મહિલા તેની માતા અને નાના ભાઈની લાશ સાથે બે દિવસ ઘરમાં રહી હતી. મહિલા 47 વર્ષની છે. તેની માતા 65 વર્ષની છે અને નાનો ભાઈ 45 વર્ષનો છે. નાના ભાઈનો કોવિડ રિપોર્ટ 22 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો.

ત્યારથી તે ઘરમાં આઇસોલેશનમાં હતા. મહિલાની માતા અને ભાઈના મોતનો મામલો 12 મેના રોજ સામે આવ્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ બેંગ્લોરના રાજેશ્વરી નગરના બીઈએમએલ લેઆઉટમાં રહેતા કેટલાક લોકોને તેમના પડોશમાંથી મૃતદેહની ગંધ આવી રહી હતી. તેમને જાણ થતા જ પોલીસ બોલાવી હતી.

પોલીસ જ્યારે ઘરમાં પોહચી ત્યારે એક મૃતદેહ લિવિંગ રૂમમાં બારીની પાસે જોવા મળ્યો હતો. આ મૃતદેહ 45 વર્ષીય હરીશનો હતો,તે જ રૂમમાંથી 47 વર્ષીય શ્રીલક્ષ્મીની માતા આર્યમ્બાનો મૃતદેહ પણ પોલીસને મળ્યો હતો.પોલીસની તપાસમાં ખબર પડી કે હરીશ કોવિડ પોઝિટિવ થયો હતો.ઘરમાં આઇસોલેશનને કારણે તેની માતા પણ કોવિડ પોઝિટિવ થઇ હતી.પોલીસે બંનેના મોતનું કારણ કોવિડ ૧૯ના ચેપથી થયું હોય એવું અનુમાન લગાવ્યું છે.

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોટર્મ માટે વિક્ટોરિયા હોસ્પિટલમાં મોકલી દીધા છે.ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પોલીસે કહ્યું કે શ્રીલક્ષ્મીની માનસિક સ્થિતિ સારી નથી. તેથી,તે જાણતા ન હતા કે તેના ભાઈ અને માતાનું અવસાન થયું છે.શ્રીલક્ષ્મીએ પોલીસને એમ પણ કહ્યું હતું કે તે બે દિવસ સુધી જમતી નથી,કારણ કે, તેની માતા રસોઈ બનાવે છે.તેને લાગ્યું કે માતા સૂઈ રહી છે, તેથી કોઈએ ખાવાનું બનાવ્યું નથી, ભાઈ પણ સૂઈ રહ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર શ્રીલક્ષ્મીએ એમ પણ કહ્યું હતું કે તેની માતા બે દિવસ પહેલા અચાનક પડી ગઈ હતી.

જે બાદ હરીશે એમ્બ્યુલન્સ બોલાવવાની કોશિશ કરી હતી. થોડી વાર પછી હરીશ પણ પડી ગયો. પોલીસે હરીશનો ફોન ચેક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેણે 10 મે ની સવારે ઘણી વખત એમ્બ્યુલન્સ સેવા માટે ફોન કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો.

Patel Meet