બાળકોને ઝહેર આપી કપલે કર્યો આપઘાત, ફાંસી પર લટકેલા મળી પતિ-પત્નીની લાશ; એકીસાથે 4 લાશ મળતાં હડકંપ

કરોડરજ્જું કંપાવતો કાંડ /બાળકોને ઝહેર આપી કપલે કર્યો આપઘાત, ફાંસી પર લટકેલા મળી પતિ-પત્નીની લાશ; એકીસાથે 4 લાશ મળતાં હડકંપ

બે બાળકો સહિત એક પરિવારના ચાર સભ્યો કર્ણાટકના બેંગલુરુમાં તેમના ભાડાના મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સોમવારે આ જાણકારી આપી. મૃતકોની ઓળખ અનૂપ કુમાર, પત્ની રાખી અને પાંચ વર્ષની દીકરી અનુપ્રિયા અને બે વર્ષના દીકરા પ્રિયાંશ બે બાળકો તરીકે થઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર, દંપતી સવારે તેમના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રહેતો આ પરિવાર છેલ્લા બે વર્ષથી બેંગલુરુમાં રહેતો હતો. અનૂપ એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર કન્સલ્ટન્ટ હતો, સોમવારે સવારે તેના ઘરે કામ કરતી એક મહિલા આવી અને તેણે બેલ વગાડી… જો કે અનૂપના ઘરનો દરવાજો ન ખૂલ્યો. તેણે પડોશીઓને કહ્યું, પણ દરવાજો ન ખૂલ્યો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી. જ્યારે પોલીસ આવી ત્યારે દરવાજો ખોલવામાં આવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, અનુપ અને રાખીના મૃતદેહ લટકેલા હતા. બંને બાળકોના મૃતદેહ જમીન પર પડ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા ને ઘરને સીલ કરી દીધુ. પડોશીઓએ પોલીસને જણાવ્યું હતું કે અનુપ અને રાખીની મોટી પુત્રી અનુપ્રિયાની તબિયત સારી નથી. તેને ખાસ કાળજીની જરૂર હતી. અનૂપે ત્રણ લોકોને રાખ્યા હતા. તેમાંથી બે રસોઈ બનાવતા અને એક બાળકોની સંભાળ લેતા. તે દરેકને દર મહિને 15,000 રૂપિયાનો પગાર આપતો હતો.

પડોશીઓ અનુસાર, અનૂપ અને રાખી બાળકો સાથે પુડુચેરી જવાની તૈયારી કરી રહ્યા હતા. આ માટે તેઓએ તૈયારીઓ પણ કરી લીધી હતી. રવિવારે, તેઓએ તમામ સામાન પણ પેક કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અનુપ અને રાખીએ ફાંસી લગાવી આત્મહત્યા કરતા પહેલા બાળકોને ઝેર આપ્યું હતું. એવું કહેવાઇ રહ્યુ છે કે કપલની 5 વર્ષની દીકરી અનુપ્રિયા ગંભીર બીમારીથી પીડિત હતી અને તેને કારણે તેઓ ટેન્શનમાં હતા.

Shah Jina