ખબર

CCTV: ફૂડ ડીલેવરી કરવા માટે પહોંચેલા બે યુવકોને SUV કારે ટક્કર મારી 50 ફૂટ દૂર ઉલાળ્યા, બંને યુવકોના કરુણ મોત

આપણા દેશની અંદરથી હિટ એન્ડ રનના ઘણા કિસ્સાઓ સામે આવે છે. જેમાં ગાડી ચાલકો કોઈ બાઈક સવાર કે રાહદારીને ફંગોળીને ચાલ્યા જાય છે, આવી જ એક ઘટના કર્ણાટકના બેગલુરૂમાં બની છે, જ્યાં એક પૂર ઝડપે આવતી એસયુવી કરે બે ફૂડ ડીલેવરી બોયને ટક્કર મારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગુરુવારની મોડી રાત્રે ઘટી હતી. જેમાં બે ફૂડ ડીલેવરી બોય તેમના સ્કૂટર ઉપર રસ્તો પસાર કરી રહ્યા હતા ત્યારે જ એક એસયુવી કાર પૂર ઝડપે આવે છે અને બંનેને ટક્કર મારીને 50 ફૂટ જેટલા દૂર ઉછાળીને ફેંકી છે અને ત્યારબાદ કાર ચાલક કાર લઈને ત્યાંથી ભાગી જાય છે.

આ મામલે માહિતી મળતા બંને ડીલેવરી બોયનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મોત નિપજનાર બંને રાજજીનગર પાસે રહેનારા ગૌતમ એમ (21) અને શ્રીકાંત (27) હતા. તે બંને રાત્રે પોતાનું કામ પૂર્ણ કરીને ઘર તરફ રવાના થઇ રહ્યા હતા.

આ ઘટના તુમકુરુ રિપ્ડ ઉપર બીફડબલ્યુ ક્રોસ રોટ ઉપર પ્લેટિનિયમ સીટી એપાર્ટમેન્ટ પાસે લગભગ રાત્રે 1:20ની આસપાસ બની હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

યશવંતપુર ટ્રાફિક પોલીસનું કહેવું છે કે “ગૌતમ અને શ્રીકાંત સ્કૂટર લઈને નીકળી રહ્યા હતા, ત્યારે જ તેમને એક એસયુવી દ્વારા ઘણા જ દૂર ફંગોળી દેવામાં આવ્યા. બંનેના માથાની અંદર ગંભીર ઇજા પહોંચી હતી. એસયુવી ચાલાક ઘટના સ્થળે રોકાયો નહીં અને ચાલ્યો ગયો.”

આ દુર્ઘટના બાદ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી. બંનેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં ડોક્ટર દ્વારા શ્રીકાંતને મૃત જાહેર કરવામાં આવ્યો તો ગૌતમે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. યશવંતપુર ટ્રાફિક પોલીસે ગૌતમના ભાઈ પ્રભાકરની ફરિયાદના આધારે ચાલાક વિરુદ્ધ હિટ એન્ડ રન અને અપરાધિક લાપર્વાહીનો મામલો દાખલ કરી લીધો છે.

પોલીસને ઘટના સ્થળેથી કારની તૂટેલી નંબર પ્લેટના પણ કેટલાક ટુકડાઓ હાથ લાગ્યા, જેના આધારે તેમને શોધખોળ ચાલુ કરી અને થોડા જ સમયમાં આસપાસના દુકાનવાળાને પુછપરછ કરતા ગાડી વિશેની પણ ખબર મળી ગઈ.

પોલીસને અકસ્માત સર્જીને ભાગેલી કાર પણ મળી આવી છે. આ કાર સેવરોલેટ કેપટિવા હતી. જેના માલિકનું નામ ભરત છે. કારના માલિકે જણાવ્યું હતું કે આ કાર તેને તેના એક મિત્રને આપી હતી, અને ત્યારબાદ આ કારને તેને ગેરેજમાં છોડી મૂકી હતી. પોલીસ હજુ આ ઘટનાને લઈને વિસ્તૃત તપાસ હાથ ધરી રહી છે.