જો તમે ક્યારેય ધ્યાન આપ્યુ હોય તો, તમે જ્યારે પણ બૂટ, પર્સ કે કપડાની ખરીદી કરો છો તો તેમાં એક નાનું પેકેટ હોય છે જેને સિલિકા જેલ કહેવામાં આવે છે. ઘણીવાર લોકો આ પેકેટને નકામું સમજી ફેકી દેતા હોય છે, પરંતુ શું તમે એ વાત પર કયારેય ધ્યાન આપ્યુ છે કે તે નાના પેકેટને કેમ રાખવામાં આવે છે અને તેનો બીજા કામમાં પણ ઉપયોગ થઇ શકે છે. તો આવો તમને જણાવીએ સિલિકા જેલના નાનકડા પેકેટના મોટા ફાયદા…
સિલિકા બેગ બંધ વસ્તુમાં થતી વાસને કારણે પેદા થતા બેક્ટેરિયાને દૂર કરવાની ક્ષમતા રાખે છે. આ પાઉચને જિમ બેગમાં રાખવાથી સામાન ફ્રેશ રહે છે અને વાસ નથી આવતી. તમારી મેકઅપ કીટને હંમેશા ફ્રેશ રાખવા માટે સિલિકા જેલના પાઉચમાં તેને રાખી દો. તે સામાનની વધુ પડતી નરમાશ સોકી લે છે અને તેનાથી મેકઅપ પ્રોડક્ટ ચિપચિપા નહિ થાય.
તેનો સૌથી મોટો ફાયદો છે, મોબાઇલ… ઘણી વખત આપણો ફોન પાણીમાં પડી જાય છે અથવા તો વરસાદમાં ભીનો થઇ જાય છે. ત્યારે સૌથી પહેલા તમે મોબાઇલની બેટરીની સૂકા કપડાથી લૂછી લો અને ત્યારબાદ એક પૉલિથિન કે પ્લાસ્ટિક બેગમાં આ મોબાઇલને રાખીને તેમાં સિલિકા જેલના બે-ચાર પાઉચ મૂકી દો અને પ્લાસ્ટિકને બંધ કરી દો અને બે દિવસ સુધી તેને મૂકી રાખો. આ સિલિકા મોબાઇલનો તમામ ભેજને સૂકવી દેશે અને પહેલાની જેમ જ કરી દેશે.
તમારા ઘરમાં જૂના ફોટોગ્રાફ્સ હોય તે ખરાબ ન થઇ જાય કે એકબીજાની સાથે ચિપકી ન જાય તે માટે આલ્બમમાં બે-ચાર સિલિકા પાઉચ રાખી દો. ઘરમાં કોઇ પણ વસ્તુઓને ભેજથી બચાવવા અથવા તો વધારે દિવસ સુધી તે વસ્તુને સારી રાખવા માટે સિલિકા જેલ ખૂબ જ મદદરૂપ છે.
આ સિવાય જો તમે તમારા ફ્રૂટસ, મસાલા-દાળ કઢોળ જેવી વસ્તુઓને ફ્રેશ રાખવા માંગતા હોવ તો તેનો ઉપયોગ કરી શકાય છે. જો તમે ડબ્બામાં તેની નાની – નાની પોટલી રાખી દો. તે આ ખાદ્ય પદાર્થને ભેજથી બચાવશે.
ઠંડીની ઋતુમાં ઘણીવાર કપડામાંથી દુર્ગંધ આવતી હોય તો તેમાં પણ સિલિકા જેલ ઉપયોગી થાય છે. તમને જણાવી દઇએ કે સિલિકા જેલ કપદામાં રહેલુ મોસ્ચ્યુરાઇઝર દૂર રાખે છે અને તેને દુર્ગંધથી પણ બચાવે છે. તમે જયાં પણ કપડા રાખો છો ત્યાં આ પેકેટને રાખી દો. તેને રાખવાથી કપડા એકદમ ફ્રેશ રહે છે.