ક્યારેય જોયું છે એક ટાયર વાળું બાઈક ? આ સુંદર છોકરી રસ્તા ઉપર લઈને નીકળતા જ લોકો આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા, જુઓ વીડિયો

ટેક્નોલોકો ખુબ જ આગળ નીકળી ગઈ છે અને દુનિયાભરમાં ઘણા લોકોએ એવા એવા આવિષ્કાર બનાવી દીધા છે જેને માણસ જાતિનું કામ પણ ઓછું કરી નાખ્યું છે. ત્યારે ઘણા લોકો બાઇકના પણ ખુબ જ શોખીન હોય છે, બજારમાં મળતી અવનવી બાઈક ચલાવવાનું સપનું ઘણા લોકોનું હોય છે. સોશિયલ મીડિયામાં પણ બાઇકના ઘણા બધા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે.

ત્યારે હાલમાં વાયરલ થઈ રહેલી બાઇક થોડી અલગ છે. આમ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે તેમાં માત્ર ટાયર છે. આ માત્ર એક જ ટાયર બાઇક છે જે સંપૂર્ણ રીતે ચાલી રહી છે. ખાસ વાત એ છે કે એક સુંદર છોકરી તેને ચલાવીને પણ બતાવતી જોવા મળે છે. વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર છોકરી એક ટાયરવાળી બાઈક પર બેસે છે અને તેને ચલાવવા લાગે છે. આ બાઈક દેખાવમાં સાવ અલગ છે પરંતુ મુવમેન્ટ બિલકુલ બાઇક જેવી છે. જો કે, તે રેગ્યુલર બાઇક કરતા થોડી નાની લાગે છે પરંતુ બિલ્ડ બાઇક જેવું જ છે. તેનું સિંગલ ટાયર રેગ્યુલર ટાયરથી થોડું અલગ છે. યુવતી પણ ખૂબ આરામથી બાઇક ચલાવી રહી છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શૂટઆઉટ_ડેસ્ટિનેશન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ વીડિયોને લગભગ એક લાખ 60 હજાર કરતા વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. મોટી સંખ્યામાં લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Niraj Patel