ચાર ચાર વહુઓથી ભરેલો છે અંબાણી પરિવાર, જાણો કેવી લાઇફ જીવે છે નીતા અંબાણીથી લઇને નવી નવેલી વહુ ક્રુશા શાહ સુધી

અંબાણી પરિવારમાં વધુ એક પુત્રવધૂનું હાલમાં જ સ્વાગત કરવામાં આવ્યું છે. પ્રખ્યાત બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીએ રવિવારે ક્રુશા શાહ સાથે લગ્ન કર્યા. અંબાણી પરિવાર તેમની જીવનશૈલીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને જ્યારે અંબાણી પરિવારની પુત્રવધૂઓની વાત આવે છે, તો પૈસાથી લઈને ગ્લેમર સુધીની દરેક વસ્તુ તેમની જીવનશૈલીમાં પ્રતિબિંબિત થાય છે.

રિલાયન્સ ગ્રુપના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીને બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને બે પુત્રવધુઓ નીતા અંબાણી અને ટીના અંબાણી છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીને 3 બાળકો છે, 2 પુત્રો આકાશ અને અનંત અંબાણી અને 1 પુત્રી ઈશા અંબાણી. ત્યાં અનિલ અંબાણી અને ટીના અંબાણીને બે પુત્રો જય અનમોલ અને જય અંશુલ અંબાણી છે. નીતા અંબાણી અને ટીના અંબાણી સિવાય હવે 2 વધુ પુત્રવધૂઓ અંબાણી ઘર પર રાજ કરવા આવી છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા અને જય અનમોલની પત્ની ક્રુશા શાહ.

નીતા અંબાણી : નીતા અંબાણીનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. ઘર ચલાવવા માટે, નીતા અંબાણી શાળામાં શિક્ષક તરીકે 800 રૂપિયા મહિનાના પગારે કામ કરતા હતા. એ સમયે નીતા ફેશન અને ગ્લેમરની દુનિયાથી સાવ અજાણ હતી. જો કે, નીતા અંબાણી પ્રોફેશનલ ભરતનાટ્યમ ડાન્સર પણ રહી ચુક્યા છે.

ટીના અંબાણી : ટીના મુનીમનો જન્મ એક ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. તેનો ઉછેર મુંબઈમાં થયો હતો અને તે શરૂઆતથી જ ગ્લેમર જીવન જીવવા માંગતી હતી. આ કારણે તેણે 1975માં ઈન્ટરનેશનલ ટીન પ્રિન્સેસ કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને પછી ફિલ્મોમાં પગ મૂક્યો. લગ્ન પછી નીતા અંબાણીએ માત્ર પોતાની ફેશન સેન્સ અને લાઈફસ્ટાઈલ જ બદલી નાખી, પરંતુ તેણે અંબાણી પરિવારના બિઝનેસને પણ સારી રીતે સંભાળ્યો.

વર્ષ 2010માં મુકેશ અને નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જેના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી છે. જો કે લગ્ન પછી ટીના અંબાણીએ પોતાની ફિલ્મી કરિયરને અલવિદા કહી દીધું અને સમય જતાં ટીનામાં ઘણો બદલાવ આવ્યો.

શ્લોકા મહેતા : અંબાણી પરિવારની ત્રીજી પેઢી એટલે કે મુકેશ અંબાણીના પુત્ર વિશે વાત કરીએ તો, તેણે 9 માર્ચ 2019 ના રોજ પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા શ્લોકા તેના પિતાની કંપનીમાં ડાયરેક્ટર રહી ચૂકી છે. આ સિવાય 2015માં તેણે ‘Connect For’ નામની કંપનીની સ્થાપના કરી હતી. આ દ્વારા તે NGO ને મદદ કરે છે. અંબાણી પરિવારની વહુ બનવા પર નીતા અંબાણીએ શ્લોકાને હીરા જડેલ લગભગ 300 કરોડનો નેકલેસ આપ્યો હતો. શ્લોકાને લક્ઝરી વ્હિકલનો ખૂબ શોખ છે. તેની પાસે મિની કૂપર, મર્સિડીઝ બેન્ઝ, બેન્ટલી, BMW અને Audi જેવા મોંઘા વાહનોનું કલેક્શન છે.

ક્રુશા શાહ : અંબાણી પરિવારમાં 20 ફેબ્રુઆરી 2022ના રોજ વધુ એક પુત્રવધૂનું આગમન થયું છે. ટીના અને અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલના લગ્ન ક્રુશા શાહ સાથે થયા છે. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી ક્રુશા એક સામાજિક કાર્યકર અને બિઝનેસ વુમન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ડિસ્કોની સંસ્થાપક છે, જે સર્જનાત્મક સહયોગ, આંતરરાષ્ટ્રીય નેટવર્કિંગ અને સમુદાય નિર્માણમાં વિશેષતા ધરાવતી સોશિયલ નેટવર્કિંગ કંપની છે.

આ પહેલા, તેણે યુકેમાં એક્સેન્ચર માટે કામ કર્યું હતું અને પછી વ્યવસાય કરવા માટે દેશમાં પરત ફરી હતી. થોડા સમય પહેલા તેણે લોકોને COVID-19 રોગચાળા વિશે જાગૃત કરવા માટે #Lovenotfear નામનું માનસિક સ્વાસ્થ્ય અભિયાન પણ શરૂ કર્યું છે. ક્રુશાના પિતા નિકુંજ શાહનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું. તેની માતા નીલમ શાહ ફેશન ડિઝાઈનર છે.

Shah Jina