આ રીંછને મોજ પડી ગઈ, પાણીમાં ઉભા રહી ગયા અને ટપોટપ આવીને માછલીઓ મોઢામાં પડી, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “બગાસું ખાતા પતાસું મળ્યું !”

સોશિયલ મીડિયામાં ફની વીડિયોની ભરમાર છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને તમે પણ હેરાન રહી જાવ. ઘણીવાર એવી ઘટનાઓ પણ કેમેરામાં કેદ થાય છે જે સમજવી પણ મુશ્કેલ હોય છે. ત્યારે હાલ એવો જ એક રીંછોનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે, જેમાં નદીની અંદર મજા માણી રહેલા રીંછોને તો વગસું ખાવા જતા પતાસું મળી ગયું હોય એવું લાગ્યું.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે ઘણા બધા રીંછ એક નદી કિનારે ઉભા છે, જ્યાંથી નેનો એવો ધોધ પણ પડી રહ્યો છે, પાણીનો પ્રવાહ પણ સારો એવો છે, પક્ષીઓ પણ આસપાસ ઉડાઉડ કરી રહ્યા છે. ત્યારે જ કંઈક એવો નજારો પણ કેમેરામાં કેદ થઇ જાય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય.

એક રીંછ ત્યાં ઉભું હોય છે ત્યારે જ પાણીના પ્રવાહમાં મોજાના કારણે માછલીઓ ઉછળવા લાગે છે અને તરત જ રીંછ આ ઉછ્ળતી માછલીને પોતાનો શિકાર બનાવી લે છે. રીંછને માછલી પકડવા માટે જરા પણ મહેનત નથી કરવી પડતી, તે જગ્યાએ ઉભું છે ત્યાંથી જ માછલી ઉછળે છે અને સીધી જ રીંછના મોઢામાં આવીને પડે છે.

આ વીડિયોને ટ્વિટર ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી 1 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. આ સાથે જ આ વીડિયોને 3 હજાર 600થી પણ વધુ લોકોએ લાઈક કર્યો છે. આ ઉપરાંત ઘણા બધા લોકો વીડિયોને જોઈને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. ઘણા લોકોને આ નજારો ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે.

Niraj Patel