ભણેલી ગણેલી અમદાવાદની દીકરી જાનવીએ ચાલુ કર્યો પાણીપુરી વેચવાનો ધંધો, સંઘર્ષભરી કહાની જાણીને રોઈ પડશો

અમદાવાદીઓ જાનવીની પાણીપુરી હોંશે હોંશે ખાય છે, 12 વર્ષ પહેલા માતા મૃત્યુ પામ્યા, 2 વર્ષ પહેલા પપ્પા…રડાવી દેશે આ સ્ટોરી

કહેવાય છે ને કે દુનિયામાં કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. જો મનમાં વિશ્વાશ, સંકલ્પ અને કંઈક કરી બતાવવાની કામના હોય તો કોઈપણ કામ અશક્ય નથી. રોજી રોટી કમવાવા માટે લોકોએ ખડે પગે કામ કરવું પડતું હોય છે અને પરસેવો પાડવો પડતો હોય છે. જીવનમાં જો સંઘર્ષ કરવામાં ન આવે તો કંઈપણ તૈયાર નથી મળતુ, દુનિયાના અબજોપતિઓ પણ એક સમયે સંઘર્ષ કરીને જ આગળ આવ્યા છે અને અહીં સુધી પહોંચ્યા છે.

એવી જ કહાની અમદાવાદની વિદ્યાર્થીની જાનવી કડિયાની છે. મણિનગરમાં રહેનારી જાનવીની સંઘર્ષભરી કહાની કોઈને પણ રડાવી મૂકે તેવી છે. જ્યા એક તરફ આજના છોકરાઓ બાપના પૈસે લીલા-લહેર કરે છે જયારે જાનવીએ ભણવાની ઉંમરે પિતાની આર્થિક રીતે મદદ કરવા માટે રસ્તા પર પાણીપુરીની લારી શરૂ કરી. BCA પાસ હોવા છતાં જાનવી પાણીપુરી લારી ચલાવીને પિતાની મદદ કરી રહી છે.કાળજાળ ગરમી, તાપ અને હજારો વાહનોની અવરજવર વચ્ચે  21 વર્ષની જાનવી આજે પાણીપૂરી વેચી રહી છે. ઘરકામ કરવાની સાથે રોડ પર ટેબલ લગાવીને પાણીપૂરી વેચતી જાનવીની આંખમાં પિતા માટે કંઈક કરી છૂટવાની ખેવના સ્પષ્ટ દેખાય છે.

અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે, એમકે ટ્રાવેલ્સની સામે સાંજના સમયે નાસ્તાનું કાઉન્ટર ચલાવતી જાનવી કડિયાની માતાનું 12 વર્ષ અગાઉ નિધન થયું હતું. અને ગત વર્ષે દાદીનો સહારો પણ સ્વર્ગવાસ થયો હતો. BCA પાસ કરીને જાનવીએ એક કંપનીમાં નોકરીની શરૂઆત કરી હતી પણ કોરોનામાં થયેલા લોકડાઉનને લીધે તેની નોકરી છીનવાઈ ગઈ હતી. એવામાં બે મહિના કોઈપણ કામ વગર ઘરે બેસી રહ્યા બાદ જાનવીને પાણીપુરીની લારી ચલાવવાનો વિચાર આવ્યો.

મા ના નિધન વિશે વાત કરતા જાનવીએ ભાવુક થઈને કહ્યું કે,”મારી માતાને લીવરનું કેન્સર હતું માટે તેની નિધન આજથી 12 વર્ષ પહેલા થયું હતું, જેના બાદ પિતા અને દાદી જ મારો સહારો હતા પણ અગાઉ એક વર્ષે દાદીનું પણ મૃત્યુ થયું. ત્યારથી પરિવારમાં હું અને મારા પપ્પા જ છીએ.”

જાનવીએ કહ્યું કે,”મને પહેલાથી ફૂડ બનાવવામાં શોખ હતો. પણ આર્થિક રીતે પરિસ્થિતિ સારી ન હોવાથી શોપ રાખીને ધંધો કરી શકું તેમ ન હતી. માટે મેં આ રીતે લારી શરૂ કરી. અને કોરોનાની બીજી વેવ પછી ક્યાંય નોકરી પણ મળતી નહોતી. જેના બાદ ઘરે બેસીને મને આ કામ કરવાનો વિચાર આવ્યો.  હવે આના પરથી મોટા પર જવું છે. મારા દાદીએ મને બનાવતા શિખવાડ્યું હતું અને મેં ચાલુ કર્યું.

અને સંઘર્ષનો સામનો કર્યા બાદ આજે જાનવી ખુબ સારી રીતે આ કાઉન્ટર ચલાવી રહી છે. જાનવીના પિતા એક સમયે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા પણ બીમારીને લીધે તેની નોકરી છૂટી ગઈ અને તે પથારીવશ થઇ ગયા હતા, જેના બાદ પિતાની મદદ કરવા માટે અને આજીવિકા ચલાવવા માટે જાનવી આજે લોકોના ટોળા વચ્ચે પાણીપુરીની લારી ચલાવી રહી છે. જાનવીનું આ કામ એ લોકો માટે પ્રેરણા સમાન છે જે નસીબને ભરોસે બેસી રહે છે.

Shah Jina