સલમાન ખાને બિગબોસ આફ્ટર પાર્ટીમાં આ અભિનેત્રીને કરી દીધી કિસ, બોયફ્રેન્ડે આપ્યુ એવું રિએક્શન કે…

બિગબોસ સીઝન 15ના ફિનાલેની આફ્ટર પાર્ટીની એક તસવીર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. પાયલ શેટ્ટીએ આ તસવીર પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ પોસ્ટમાં પાયલ શેટ્ટીએ સલમાન ખાન સાથેની તસવીરોનો કોલાજ શેર કર્યો છે. આમાંથી એક તસવીરમાં સલમાન ખાન પાયલ શેટ્ટીને કપાળ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. હાલ આ તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

પરંતુ આ તસવીર પર પાયલના બોયફ્રેન્ડ વિશાલ કોટિયનની ફની કોમેન્ટ આવી છે, જે ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે.સલમાન ખાન સાથેની પાયલ વિજય શેટ્ટીની આ તસવીરો જોઈને તેના બોયફ્રેન્ડ વિશાલ કોટિયનએ કોમેન્ટ બોક્સમાં લખ્યું છે. લાગે છે કે હવે મારે અજય દેવગન બનવું પડશે. વિશાલ આ વાત 1999ની હિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’નો ઉલ્લેખ કરતા કહી રહ્યો હતો, જેમાં ઐશ્વર્યા રાયની સાથે સલમાન અને અજય દેવગને મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

સલમાન ખાન સાથેની તસવીરો પોસ્ટ કરતી વખતે પાયલે કેપ્શનમાં ઓમ શાંતિ ઓમના ગીત અજબ સીની એક પંક્તિ ટાંકી હતી. વિશાલની ફિલ્મી કોમેન્ટ્રી વાંચ્યા પછી કહી શકાય કે પાયલને સલમાન ખાનની આટલી નજીક જોઈને અને કદાચ વિશાલને થોડી ઈર્ષ્યા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વિશાલ કોટિયને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્ષ 2020માં તે પાયલ સાથે સગાઈ કરવા ઈચ્છતો હતો પરંતુ કોવિડને કારણે તે થઈ શક્યું નહીં. હવે બંને જલ્દી સગાઈ કરવાનું વિચારી રહ્યા છે.

બિગબોસની વાત કરીએ તો, સલમાન ખાન આ શોને હોસ્ટ કરે છે. આવી સ્થિતિમાં તેમના તરફથી આ પાર્ટી આપવામાં આવી હતી. તેજસ્વી પ્રકાશ બિગ બોસ-15ની વિજેતા બની છે. પ્રતિક સહજપાલ આ શોનો ફર્સ્ટ રનર અપ અને કરણ કુન્દ્રા સેકન્ડ રનર અપ હતો. તેજસ્વી પ્રકાશને બિગ બોસ-15ની ટ્રોફી અને 40 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી છે. તેજસ્વી પ્રકાશ ટીવીનું જાણીતું નામ છે, તે લગભગ એક દાયકાથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

Shah Jina