બક્સરની ગંગા નદીમાં તરતા જોવા મળી 40 લાશ, પ્રસાશને કહ્યું “આ લાશ યુપીથી તણાઈને આવી છે !”

કોરોનાના કારણે ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે,. તેમના અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાન અને કબ્રસ્તાનમાં જગ્યા નથી મળી રહી ત્યારે આ બધા વચ્ચે જ બિહારના બક્સરમાંથી એક ભયાનક તસ્વીર સામે આવી છે. યુપી બોર્ડરની પાસે આવેલા જિલ્લામાં સોમવારના રોજ 40 લાશો નદી કિનારે વહેતી દેખાઈ.

ત્યારે આ બાબતે પ્રસાશનનું કહેવું છે કે આ લાશ ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ અને વરાણાસીથી તણાઈને અહીંયા પહોંચી છે. ત્યારે આ બાબતે બક્સરના ચરિત્રવન ગામના લોકોનું કહેવું છે કે આસપાસના ગામોમા છેલ્લા એક દોઢ મહિનાથી મોત અચાનક વધી ગઈ છે. મરવાવાળા બધા જ તાવ ઉધરસથી પીડિત હતા.

અહીંયાના ચૌસા સ્મશાન ઘાટ ઉપર આવવા વાળા મોટાભાગના શબને ગંગામાં નાખી દેવામાં આવતા હતા. જેમાંથી હજારો શબ કિનારા ઉપર સડી રહ્યા છે. ચરિત્રવન સ્મશાનમાં સોમવારે અંતિમ સંસ્કાર માટે પણ જગ્યા નથી બચી.

Niraj Patel