વડોદરાના બે બાળકોને થઇ ધૈર્યરાજ જેવી બીમારી, સારવાર માટે 32 કરોડની જરૂર, માતા-પિતાની મદદ માટે લોકોને અપીલ

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક મુહિમ છેડાઈ હતી, એક માસુમ બાળકનું જીવન બચાવવાની. જેનું નામ હતું ધૈર્યરાજ. ધૈર્યરાજ એક એવી દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો હતો જેની સારવાર માટે રૂપિયા 16 કરોડનું ઇન્જેક્શન લાવવું પડે તેમ હતું અને લોકો દ્વારા આ બાળક માટે દાનનો ધોધ વહ્યો, સોશિયલ મીડિયાથી લઈને ધાર્મિક સંસ્થાનો પણ ધૈર્યરાજને મદદ કરવા માટે આગળ આવ્યા અને ગણતરીના દિવસોમાં જ તેના માટે 16 કરોડ કરતા પણ વધારેની રકમ એકત્ર થઇ ગઈ અને તેનો જીવ બચી ગયો.

પરંતુ દેશભરમાં ઘણા એવા બધા બાળકો છે જે ધૈર્યરાજ જેવી દુલર્ભ બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમને પણ મદદની જરૂર છે. હાલ એવા જ બે બાળકોને મદદ માટે સોશિયલ મીડિયા દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી છે. આ બંને બાળકો એક જ માતા પિતાના સંતાનો છે અને દુર્ભાગ્ય વશ બંને બાળકો સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA1) નામની બીમારીથી પીડાઈ રહ્યા છે.

આ બાબતે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા આ બંને બાળકોના વાલી સાથે વાત કરવામાં આવી અને તેમની પાસેથી બાળકો વિશેની જાણકારી મંગાવામાં આવી હતી. જેમાં અમે તેમને પૂછ્યું કે “કેટલા સમયથી બાળકોને આ બીમારી છે તેની જાણ થઇ આપને ?” ત્યારે તેમને જણાવ્યું કે આ બાળકો જયારે 1.5 મહિના હતા ત્યારે તેમને તેમની આ બીમારીની જાણ થઇ હતી, હાલ આ બંને બાળકોની ઉંમર 7 મહિના અને 10 દિવસની છે.

આ બંને બાળકોના નામ પ્રથમ કિરી અને પ્રિષા કિરી છે. તેમના પિતા સાહિલ કિરી મૂળ ઉત્તર ગુજરાતના વાતની છે અને હાલ તેઓ વડોદરાના વાસણા ભાયલી રોડ ઉપર રહે છે. અને ખાનગી સેક્ટરમાં નોકરી કરે છે. આ બંને બાળકોના સરવર માટેનું કુલ ખર્ચ 32,00,00,000 કરોડ (32 કરોડ) રૂપિયા હોવાનું તેમને જણાવ્યું હતું.

અમે તેમને એમ પણ પૂછ્યું કે સરકાર પાસે તમે મદદ માંગી ? ત્યારે તેમને જણાવ્યું હતું કે અમે આવનારા થોડા દિવસમાં સરકાર પાસે પણ મદદ મંગાવાના છીએ. અમે તેમને એમ પણ પૂછ્યું કે, “અત્યાર સુધી તમે કોની કોની પાસે મદદ માંગી અને મદદ માટે કોણ આગળ આવ્યું ?” ત્યારે આ સવાલનો જવાબ આપતા તેમને જણાવ્યું કે “અત્યાર સુધી અમારી મદદે મિત્રો અને પરિવારજનો આગળ આવ્યા છે અને અત્યાર સુધીમાં આ બંને બાળકોની સારવાર માટે તેમની પાસે 5.80 લાખ રૂપિયા 1 જ દિવસમાં જમા થઇ ગયા છે.

અમે તેમને એમ પણ પૂછ્યું કે તે અમારા વાચકોને આ બાબતે શું કહેવા માંગશો ? ત્યારે તેમને જણાવ્યું કે, “આ એક દુર્લભ જિનેટિકલ ડિસઓર્ડર છે અને તેની સારવારનો ખર્ચ ઘણો ઊંચો છે, એક મધ્યમ વર્ગના માણસ હોવાને કારણે મને આ દવા પરવડે તેમ નથી તેથી દાન કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો એવી મારી તમને નમ્ર વિનંતી છે.”

જો તમે પણ પ્રથમ અને પ્રિષાને એક નવું જીવન આપવા માંગતા હોય, તો તમે પણ તેમને મદદ કરી શકો છો. જેના માટેની વિગત નીચે પ્રમાણે છે.

  • દાન કરવા માટે: impactguru માધ્યમથી કરી શકો છો, Paytm થી દાન કરવા માટે અહીં આપેલ એન્કર જુઓ (ફક્ત એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ), ગુગલ પે કરવા માટે એન્કર જુઓ.
  • NEFT / IMPS / RTGS (ફક્ત ભારતમાં બેંકોમાંથી):
  • એકાઉન્ટ નંબર: 700701717348607
  • એકાઉન્ટ નામ: પ્રથમ કિરી અને પ્રિશા કિરી
  • IFSC કોડ: YESB0CMSNOC

ફૂલ નહી તો ફૂલની પાંખડી આપવા વિનંતી છે.. મદદ ન કરી શકો તો કઈ નહિ પણ આ માહિતી આગળ જરૂર મોકલજો.

Niraj Patel