અક્ષય કુમારની હિરોઈને ગ્લેમરની દુનિયા છોડી સન્યાસી બની, હિમાલયમાં જુઓ કેવી હાલતમાં રહે છે
એક તરફ ભારતીય સેલિબ્રિટીઓને જોઈને સામાન્ય યુવાનો તેમના જેવા બનવાની ઈચ્છા રાખે છે અને અભિનયમાં આવવાનું સ્વપ્ન પણ ધરાવે છે. જો કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા કેટલાક સ્ટાર્સ છે જેઓ ગ્લેમરની દુનિયા છોડી બીજી દુનિયામાં વસ્યા છે. આ લિસ્ટમાં ઘણા મોટા નામ છે જેમણે એક્ટિંગ છોડીને અલગ-અલગ જગ્યાએ પોતાનું કામ શરૂ કર્યું છે. પરંતુ લોકોનો એક વર્ગ એવો પણ છે જેઓ ગ્લેમર ઈન્ડસ્ટ્રી છોડીને સાધુ અને સાધ્વી બની ગયા છે.
ઝાયરા વસીમ અને અનુ અગ્રવાલથી લઈને સના ખાન સુધી એવી ઘણી હસ્તીઓ છે જેમણે શોબિઝની દુનિયા છોડીને આધ્યાત્મિકતા અપનાવી. આવી જ એક પ્રસિદ્ધ મોડલ, બ્યુટી ક્વીન અને અભિનેત્રી હતી જેણે બૌદ્ધ સાધુ બનવા માટે તેની અભિનય કારકિર્દી છોડી દીધી હતી. એક જમાનાની પ્રખ્યાત એક્ટ્રેસ બરખા મદન સાધુ બની ગઈ છે. Gyalten Samten આ નામ તમે નહીં જાણતા હોવ, પરંતુ તમે બરખા મદનનું નામ તો સાંભળ્યું જ હશે.
એક સમયે ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેનને પોતાની સુંદરતાથી ટક્કર આપનારી બરખા ગ્લેમર વર્લ્ડથી દૂર સાદું જીવન જીવી રહી છે. મિસ ટુરિઝમનો તાજ જીત્યા પછી બરખાએ અક્ષય કુમાર અને રેખા સાથે ફિલ્મ ખિલાડીયો કે ખિલાડી દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કરીને પોતાનું નામ બનાવ્યું. જો કે, વર્ષ 2012માં બરખાએ અચાનક જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી અને સાધુ બની ગઈ. 2002માં તેણે ધર્મશાલામાં એક ઈવેન્ટ દરમિયાન દલાઈ લામા જોપા રિપોન્ચેને સાંભળ્યા.
તેમના શબ્દોથી પ્રેરાઈને બરખા બૌદ્ધ ધર્મમાં જોડાઈ. આ પછી પણ તે ફિલ્મો અને ટીવી શોનો ભાગ હતી, પરંતુ 2012માં એક દિવસ અચાનક બરખાએ જાહેરાત કરી કે તે ગ્લેમરની દુનિયા છોડીને બૌદ્ધ સાધુ બની રહી છે. એક સમયે ડિઝાઈનર કપડામાં જોવા મળતી બરખા માત્ર એક જ પ્રકારના સાદા કપડા પહેરે છે. બરખા મદાને વર્ષ 1994માં મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો. સુષ્મિતા સેને આ સ્પર્ધા જીતી હતી જ્યારે ઐશ્વર્યા રાય બીજા ક્રમે રહી હતી.
બરખા આ સ્પર્ધા જીતી શકી ન હતી, પરંતુ બંનેને ટક્કર આપીને તેણે મિસ ટુરિઝમનો ખિતાબ જીત્યો હતો. બરખાએ ઈન્ટરનેશનલ મિસ ટુરિઝમ કોમ્પિટિશનમાં થર્ડ રનર અપનો ખિતાબ જીત્યો હતો. આ સ્પર્ધા પછી બરખાને 1996માં આવેલી ફિલ્મ ખિલાડીયો કા ખિલાડીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક મળી. બાદમાં તે ડ્રાઇવિંગ મિસ પામલેન, તેરા મેરા પ્યાર, ભૂત, સમય, સોચ લો અને સુરખાબ જેવી ફિલ્મોનો ભાગ હતી.
ફિલ્મો ઉપરાંત, બરખા ટીવી શો ઘર એક સપના, સાથ ફેરે અને ન્યાયમાં પણ જોવા મળી. બરખા હંમેશા સાદા વસ્ત્રોમાં મોટાભાગે ધર્મશાલામાં બૌદ્ધ ધર્મ પાળતી જોવા મળે છે. આ ઉપરાંત તે બુદ્ધ ગયાના તારા ચિલ્ડ્રન પ્રોજેક્ટમાં પણ જોડાય છે અને HIV સંક્રમિત બાળકોને સેવા પણ કરે છે. બરખા બૌદ્ધ સાધુ બનવાને તેના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય માને છે.
બરખા બૌદ્ધ ધર્મની વિચારધારાઓથી ખૂબ પ્રભાવિત હતી અને તે દલાઈ લામાની ફોલોઅર છે. તેને બાળપણમાં આ વાતનો અહેસાસ થયો હતો જ્યારે તે સિક્કિમના એક મઠમાં ગઈ હતી. વર્ષ 2012માં તેણે બૌદ્ધ સાધ્વી બનવાનું નક્કી કર્યું. 4 નવેમ્બરે તે લામા જોપા રિનપોચેની દેખરેખ હેઠળ sera jey monasteryમાં નન બની ગઇ, અને તેણે પોતાનું નામ બદલીને Gyalten Samten રાખ્યું.