ફૂલોથી સજેલી ગાડીમાં નીકળ્યો બપ્પી લહેરીનો પાર્થિવ દેહ, થોડી જ વારમાં દીકરો કરશે પિતાના અંતિમ સંસ્કાર

ફેમસ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરી હવે આપણી વચ્ચે રહ્યા નથી. બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર બસ થોડી જ વારમાં થવા જઇ રહ્યા છે. મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં આવેલા પવન હંસ સ્મશાન ગૃહમાં બપ્પી દાને અંતિમ વિદાય આપવામાં આવશે. ડિસ્કો કિંગ તરીકે જાણીતા બપ્પી દાની છેલ્લા 1 મહિનાથી સારવાર ચાલી રહી હતી પરંતુ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડાતા હતા. મંગળવારે તેમની હાલત નાજુક થતાં જ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બપ્પી દાએ હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન દુનિયાને અલવિદા કહી દીધું. ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા) નામની બીમારીને કારણે બપ્પી લહેરીનું અવસાન થયું છે. અજય દેવગન, અક્ષય કુમાર અને અનુપમ ખેર સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે બપ્પી દાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગઈકાલે અલકા યાગ્નિક, અનુરાધા પૌડવાલ, કાજોલ, તેની માતા તનુજા સહિત ઘણા સેલેબ્સ તેમના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે થોડા કલાકો પહેલા જ બપ્પી લહેરીનો દીકરો બપ્પા મુંબઈ પરત ફર્યો છે. ટુંક સમયમાં જ હવે બપ્પા લહેરી તેના પિતાના અંતિમ સંસ્કાર કરશે.

 

View this post on Instagram

 

A post shared by B O L L Y W O O D (@filmygalaxy)

ડિસ્કો કિંગના ઘરની બહાર ફૂલોથી શણગારેલી ટ્રક આવી પહોંચી છે. લહેરી હાઉસમાં કરવામાં આવી રહેલી પૂજા પૂરી થતાં જ તેમના પાર્થિવ દેહને વિલે પાર્લે સ્મશાનભૂમિ લઈ જવામાં આવશે. બોલિવૂડ સ્ટાર્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર સતત બપ્પી દા માટે કંઈકને કંઈક લખી રહ્યાં છે. અભિનેતા રણવીર સિંહે તસવીર શેર કરીને પોતાના હૃદયની સ્થિતિ વ્યક્ત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવવામાં આવી રહ્યું છે કે લહેરી હાઉસથી સ્મશાન ભૂમિ સુધીનો રસ્તો 10 મિનિટનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં બપ્પી લહેરીના શરીરની આસપાસ ઘણા બધા ફૂલો જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના આત્માની શાંતિ માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉપરાંત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પણ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ફૂલોથી સજાયેલી ટ્રક જોવા મળી રહેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

ઉલ્લેખનીય છે કે, બપ્પી લહેરીએ મુંબઈની જુહૂ સ્થિત ક્રિટિકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની સાથે છેક સુધી તેમની દીકરી હતી. તેમની દીકરી રીમાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમ તે પિતાના પાર્થિવ દેહ સામે હૈયાફાટ રુદન કરી રહી છે.

Shah Jina