મંગેતરને લીધે 28 વર્ષિય ભણેલા ગણેલા બેંક મેનેજરે લગાવી મોતની છલાંગ, અંદરનું કારણ વાંચીને દુઃખ પહોંચશે

છત્તીસગઢના દુર્ગ જિલ્લાના રાજનાંદગાંવનો રહેવાસી 28 વર્ષીય બેંક મેનેજર પલાશ અગ્રવાલનો મૃતદેહ મળી આવ્યો હતો. તે 28 સપ્ટેમ્બર બુધવાર રાતથી ગુમ હતો. સંબંધીઓ તેની શોધમાં હતા. આ દરમિયાન તેની કાર શિવનાથ નદીના પુલ પર જોવા મળી હતી. આ પછી, કંઈક અજુગતું હોવાની આશંકા પર પોલીસને જાણ કરવામાં આવી અને માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કારની તપાસ કરી. પોલીસને કારમાંથી બે મોબાઈલ ફોન અને એક દોરડું મળી આવ્યું હતું.

શંકાના આધારે ડાઇવર્સની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી. પલાશ અગ્રવાલના માતા-પિતાના જણાવ્યા અનુસાર પુત્રએ બુધવારે મોડી રાત સુધી અમારી સાથે ફોન પર વાત કરી હતી. અચાનક તેણે ફોન કટ કરી દીધો. આ પછી રાત્રે લગભગ 1 વાગ્યાથી તેનો ફોન બંધ આવતો હતો. કંઈક અજુગતું હોવાની શંકાથી અમે પુત્રને શોધવા લાગ્યા. દીકરો આવું ભયંકર પગલું ભરશે તેની અમને કલ્પના પણ નહોતી.

મળતી માહિતી મુજબ, વોર્ડ-7 સ્ટેશન પરા રાજનાંદગાંવમાં રહેતો પલાશ અગ્રવાલ રાયપુર સ્થિત એક ખાનગી બેંકમાં મેનેજર હતો અને દેવેન્દ્ર નગરમાં રહેતો હતો. પરિવારે પોલીસને જણાવ્યું કે લગભગ એક મહિના પહેલા તેની સગાઈ થઈ હતી, પરંતુ બુધવારે અચાનક યુવતીના માતા-પિતાએ સંબંધ તોડી નાખ્યો. ત્યારથી પલાશ ખૂબ જ તણાવમાં હતો. તે સાંજે રાજનાંદગાંવ સ્થિત પોતાના ઘરે પરત ફર્યો, પરંતુ અસ્વસ્થ હતો. ત્યારબાદ રાત્રે કાર લઈને તે ઘરેથી નીકળી ગયો

અને પરિવારજનોએ મોડી રાત્રે ફોન કરીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પછી રાત્રે લગભગ એક વાગ્યે તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. પરિવાર પલાશને શોધતો શોધતો શિવનાથ નદીના પુલ પર પહોંચ્યો ત્યારે તેની કાર ત્યાં પાર્ક કરેલી મળી આવી હતી. અંદર બે મોબાઈલ રાખવામાં આવ્યા હતા. આ પછી પરિવારે પોલીસને જાણ કરી અને શંકાના આધારે સ્થાનિક ડાઇવર્સ અને એસડીઆરએફની મદદ લેવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલા SDRF જવાનો પાણીમાં ઉતર્યા હતા અને બોટની સખત શોધખોળ બાદ મૃતદેહ શોધી કાઢ્યો હતો.

Shah Jina